SURAT

પ્રશ્નપત્ર કોલેજના સ્ટ્રોંગરૂમથી પરીક્ષાખંડમાં પહોંચે ત્યાં સુધી ફૂલપ્રુફ વ્યવસ્થા ઊભી કરાશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(Vnsgu) એપ્રિલ-2022ની મુખ્ય જાહેર પરીક્ષામાં પાંચ પાંચ વિષયના પ્રશ્નપત્રો (Question papers) પ્રશ્નો વાડિયા વિમેન્સ (Wadia Women’s) કોલેજમાંથી (College) માનવ ક્ષતિને કારણે એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. તેવામાં જ આવી ઘટના ફરી નહીં બને તે માટે યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા લેવાની સિસ્ટસમાં ફેરફાર કર્યો છે. જે મુજબ પ્રશ્નપત્રના બંડલો યુનિવર્સિટીથી કોલેજોના સ્ટ્રોંગરૂમ થઇ વિદ્યાર્થીઓના હાથ સુધી પહોંચે, ત્યાં સુધી સુપરિટેન્ડન્ટે રજિસ્ટર મેઇન્ટેન કરવાનું રહેશે. જેમાં તારીખ, વાર, સમય, પ્રશ્નપત્રના વિષય સહિતની બાબતો ભરવાની રહેશે. એટલું જ નહીં, પરીક્ષાના દિવસે સુપરવાઇઝરની સાથે કોઇ બે વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રનું બંડલ તોડતા પહેલા રસીદ ભરવાની રહેશે. એમાં પણ તારીખ, વાર, સમય, પ્રશ્નપત્રના વિષય જેવી બાબત ભરવાની રહેશે. જે પછી સુપરિન્ટેન્ડન્ટે જમા કરાવવાની રહેશે. અહીં વાત એવી છે કે તપાસ કમિટીના રિપોર્ટ આધાર પર યુનિવર્સિટીની સિન્ડિકેટે નવી સિસ્ટમ દાખલ કરી છે.

કોલેજોને ફરજિયાત સીસીટીવી ચાલુ રાખવા આદેશ
પરીક્ષા વિભાગના અધિકારીઓનું કહેવું એમ છે કે વારંવાર રજિસ્ટર મેઇન્ટેન કરવાની સાથે રસીદ ભરવાની સિસ્ટમથી સુપરિટેન્ડન્ટ અને સુપરવાઇઝરને કઇ પરીક્ષા છે, આ મામલે વારંવાર જાણ થશે તથા પેપરના બંડલ તૂટવાની ઘટના નહીં બનશે.યુનિવર્સિટીએ પરીક્ષાના સમયે કોલેજોને ફરજિયાત પણે સીસીટીવી ચાલુ રાખવા આદેશ કર્યો છે. ફ્લાઇંગ સ્કવોડની કે પછી ઝોન સ્ક્વોડની તપાસમાં કોઈ પણ કોલેજના સીસીટીવી બંધ હશે તો પછી કોલેજ સામે કાર્યવાહી થશે. પરીક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પેનલ્ટીથી માંડીને પરીક્ષા સેન્ટર બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. જેથી કોઇ પણ કોલેજોએ સીસીટીવી ચેક કરાવી લેવા અને ખરાબ હોય તો સુધારી લેવા તાકિદ છે

54 સભ્યની ફ્લાઇંગ સ્કવોડ, 80 સભ્યોની 4 ઝોન સ્કવોડ તૈયાર
યુનિવર્સિટી ફરી સ્કવોડ ટીમ તૈયાર કરી છે. 54 સભ્યની ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી છે. જેમાં 24 મહિલા અને 24 પુરૂષ છે. એ જ રીતે સુરત, ભરૂચ સહિતના ચાર ઝોનની મળી 80 સભ્યની ઝોન સ્કવોડ તૈયાર કરાઈ છે. જેમાં પણ 40 મહિલા અને 40 પુરૂષ છે.

માસ કોપી કેસ નહીં બને તે માટે મોનિટરિંગ રૂમ તૈયાર
માસ કોપી કેસ નહીં બને તે માટે યુનિવર્સિટીએ સ્પેશ્યિલ મોનિટરિંગ રૂપ પણ તૈયાર કર્યો છે. જેમાં કુલપતિ, કુલસચિવ અને સ્કવોડ પણ જઈ શકશે. યુનિવર્સિટી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડશે. વાત એમ છે કે કોલેજોમાં માસ કોપી કેસની ઘટના જોવા મળતા કુલપતિ ડો. કે. એન. ચાવડા એક્સનમાં આવી ગયા છે. જેથી તેઓએ પરીક્ષા સમયે સીસીટીવી ચાલુ રાખવા અને વીજ કાપ થાય નહીં તે માટે વીજ કંપનીઓને અત્યારથી જ પત્ર લખવા કોલેજોને આદેશ કર્યો છે. ઉપરાંત કોલેજોની પરીક્ષાનું લાઇવ સીસીટીવી જોઇ શકે તે માટે પ્રિન્સિપાલ પાસેથી આઇપી એક્સસ મંગાવ્યું છે.

Most Popular

To Top