SURAT

વગર વરસાદે રઘુકુલ-આંજણા ગરનાળામાં ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા


સુરત : શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રઘુકુળ (Raghukul) ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) પાસે આવેલ ગરનાળામાં આજે સવારથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના વિરામ વચ્ચે અચાનક ગરનાળામાં બબ્બે ફુટ જેટલા પાણી (Water) ભરાવાને કારણે વાહન ચાલકોમાં પણ કૌતુહલ જોવા મળ્યું હતું. અલબત્ત, રઘુકુળ માર્કેટ પાસેથી પસાર થતી નહેરના પાણી ઓવર ફ્લો થવાને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે આજે વહેલી સવારથી લિંબાયતના રઘુકુળ ગરનાળામાં બબ્બે ફુટ જેટલા પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓ તો ઠીક વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન આ વિસ્તારમાં બેથી ત્રણ ફુટ સુધી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય હોવા છતાં આજે વગર વરસાદે પાણી ભરાતાં સ્થાનિકોમાં અચરજ ફેલાઈ જવા પામ્યું હતું.

  • આજે વહેલી સવારથી લિંબાયતના રઘુકુળ ગરનાળામાં બબ્બે ફુટ જેટલા પાણી
  • સમસ્યા સામાન્ય હોવા છતાં આજે વગર વરસાદે પાણી ભરાતાં સ્થાનિકોમાં અચરજ
  • મનપાની બેદરકારીનો ભોગ વાહન ચાલકો બન્યા
  • નહેરમાં પાણી ઓવરફ્લો થવાનું કારણ હોવાનું જાણવા મળ્યું

નહેરમાં પાણી ઓવરફ્લો થવાનું કારણ હોવાનું જાણવા મળ્યું
વહેલી સવારથી કાપડ માર્કેટમાં નોકરી – ધંધા માટે જનારા રાહદારીઓ સહિત વાહન ચાલકોને પણ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ગરનાળામાં પાણી ભરાવા પાછળ રઘુકુળ માર્કેટ પાસેથી પસાર થતી નહેરમાં પાણી ઓવરફ્લો થવાનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ સમસ્યા અંગે સ્થાનિક વહીવટી તંત્રને જાણ થતાં ગરનાળામાંથી પાણી ઉલેચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મનપાની બેદરકારીનો ભોગ વાહન ચાલકો બન્યા
રઘુકુળ માર્કેટ નજીક આંજણા નહેર છલકાઈ જતા નહેરના પાણી આજે રસ્તા પર ફરી વળ્યા હતા. આંજણાના વિવિધ વિસ્તારોમાં વગર વરસાદે ભારે વરસાદ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તા પર તથા રેલવે ગરનાળામાં નહેરના પાણી ફરી વળતા કામ ધંધા અર્થે નીકળેલા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. મનપાની બેદરકારીને કારણે નહેરમાં કચરો વધી જવાથી નહેર ઉભરાઈ હતી.નહેર ઉભરવાને કારણે એકાએક રસ્તાપર એક દોઢ ફૂટ પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.નહેર ઉભરવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા.

Most Popular

To Top