SURAT

સુરતની કાપડ માર્કેટો પર 22 મી જાન્યુઆરીએ દિવાળી જેવી રોશની કરાશે, આ છે કારણ

સુરત: (Surat) દિવાળીનો તહેવાર પૂરો થયો છે અને હવે ક્રિસમસ નજીક છે ત્યારે સુરતની કાપડ માર્કેટમાં (Textile Market) ફરી એકવાર દિવાળીની જેમ રોશની કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, તે ક્રિસમસ કે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે નથી.ખરેખર તો આગામી તા. 22મી જાન્યુઆરીએ અયોધ્યાનમાં રામ મંદિરનું લોકાર્પણ થનાર છે, તે ખુશીના પળને વધાવી લેવાના હેતુથી ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ દ્વારા સુરતની કાપડ માર્કેટના વેપારીઓને પોતાની દુકાનો, માર્કેટ પર લાઈટિંગ કરી ધામધૂમથી ઉજવણી કરવા વિનંતી કરાઈ છે.

ફોસ્ટા પ્રમુખ કૈલાસ હકીમે ફોસ્ટાના લેટરહેડ પર પત્ર જારી કરતા વેપારીઓને વિનંતી કરી છે કે ભગવાન શ્રીરામજીના આરાદ્ય ભક્તોને નિવેદન છે કે તેઓ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસને અવિસ્મરણીય બનાવવા માટે તમામ માર્કેટોને દિવાળીના ઉત્સવની જેમ લાઈટોથી સજાવે. માર્કેટના મુખ્ય દ્વાર, ટેરેસ તેમજ માર્કેટના મહત્ત્વના સ્થાનો પર શ્રી રામજીના કેસરિયા ધ્વજ લહેરાવવામાં આવે. શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ દર્શાવવા માટે માર્કેટોમાં એલઈડી સ્ક્રીન મુકવામાં આવે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન માર્કેટમાં રામધુન, હનુમાન ચાલીસાના પાઠ કરાવે. પ્રસાદની વહેંચણી કરે.

Most Popular

To Top