Trending

VIDEO: હાથીઓના ઝૂંડને જોઈને જંગલના રાજાએ પણ ભાગવું પડ્યું

હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video) વાઈરલ થઈ રહ્યો છે જેને લોકો ખૂબ વાઈરલ કરી રહ્યાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીઓનું (Elephant) એક ઝૂંડ કેવી રીતે જંગલોના રાજા સિંહને (Lion) ભગાવી મૂકે છે અને પોતાના બાળકોની રક્ષા કરે છે. હાથીઓના ઝૂંડની સિંહો સામે લડવાની શકિત ખરેખર સરાહનીય છે.

આપણે જાણીએ જ છીએ કે જંગલનો રાજા સિંહ છે પણ હાથી પૃથ્વી પરનું મહાકાય પ્રાણી છે. હાથીને ખાસ સંવેદના હોય છે જેના કારણે તે આસપાસ ચાલતી તમામ બાબતોને અનુભવી શકે છે. જે કદાચ એક ચેતનવંત માનવી ન સાંભળી શકતી હશે તેવી વાતો પણ હાથી સાંભળી શકે છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે હાથી અને મદનિયાઓનું એક ઝૂંડ લટાર મારવા નીકળે છે પરંતુ એકાએક તે સમયે જંગલોનાં રાજા પણ ત્યાં આવી જાય છે. હાથીઓનું ઝૂંડ ડરયા વગર સિંહોનો સામનો કરવા સજ્જ થઈ જાય છે જેના કારણે હાથીઓના ઝૂંડની શકિત જોઈને જંગલના રાજામાં નાસભાગ મચી જાય છે. આ ઉપરાંત જે રીતે હાથીઓનું આ જૂથ એકસાથે મળીને પોતાની શકિત દર્શાવે છે તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોને લાઈક્સ મળી રહી છે આ ઉપરાંત લાખો લોકો તેને વાઈરલ પણ કરી રહ્યાં છે.

Most Popular

To Top