Entertainment

પેરિસમાં મચશે ‘બવાલ’, પ્રથમ ભારતીય ફિલ્મ જેનું એફિલ ટાવર ખાતે પ્રીમિયર થશે

મુંબઇ: વરુણ ધવન (Varun Dhawan) જાહ્નવી કપૂર (Janhvi Kapoor) તેમની આગામી ફિલ્મ બવાલને (Bawaal) લઈને ચર્ચામાં છે. બંનેએ શૂટિંગ દરમિયાન ઘણી વખત સોશિયલ મીડિયા (Social Media) પર તસવીર પણ શેર કરી છે, જેના પછી ફેન્સ તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખરે ફિલ્મ જુલાઈના અંતમાં એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર રિલીઝ થવાની તૈયારીમાં છે. પરંતુ આ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું પ્રીમિયર પેરિસના (Paris) એફિલ ટાવરમાં થવાનું છે. જો કે આવું કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ હશે.

એફિલ ટાવર પર જ પ્રીમિયર કેમ?
એફિલ ટાવર પર પ્રીમિયર કરીને બવાલ ભારતીય સિનેમામાં ઈતિહાસ રચશે. મળતી માહિતી મુજબ એફિલ ટાવર પર ‘બવાલ’ના પ્રીમિયરનું એક કારણ એ છે કે પેરિસ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવે છે અને કેટલાક ભાગોનું શૂટિંગ પણ ત્યાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની પ્રેમકથા છે અને પેરિસને પ્રેમનું શહેર માનવામાં આવે છે. આ જ કારણ છે કે મેકર્સ તેનું પ્રીમિયર ત્યાં કરવા માંગે છે.

OTT પર રીલિઝ થશે ફિલ્મ
થોડા દિવસો પહેલા મેકર્સે ‘બવાલ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. તે અગાઉ આ ફિલ્મ એપ્રિલ 2023 માં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે જાણવા મળ્યું છે કે તે ફક્ત OTT પર સ્ટ્રીમ થશે. જુલાઈ 2023માં તેનું પ્રીમિયર થશે. ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ટેગલાઈન હતી, ‘દરેક પ્રેમ કથાનું પોતાનું યુદ્ધ હોય છે’.

ફિલ્મનું પ્રીમિયર 200 દેશોમાં એકસાથે કરવામાં આવશે
આ પહેલીવાર છે જ્યારે વરુણ ધવન અને જાહ્નવી કપૂર એકસાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા અને નિતેશ તિવારીના નિર્દેશનમાં બનાવવમાં આવી છે. આ ફિલ્મનું પ્રીમિયર 200 દેશોમાં એકસાથે કરવામાં આવશે. આ ફિલ્મ માત્ર તેના એફિલ ટાવર પર થતાં પ્રીમિયર જ નહિ પરંતુ વધુ એક બાબતને લઈને ખાસ છે. કારણ કે આ ફિલ્મમાં સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની છિછોરે પછીની બીજી ફિલ્મ છે. જો કે આ બંનેની ફિલ્મ છિછોરેએ નેશનલ એવોર્ડ જીત્યો હતો.

Most Popular

To Top