SURAT

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના લીધે સુરત પર થોભતી 17 ટ્રેનના સમય બદલી દેવાયા

સુરત : વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના (Vande Bharat Superfast Express) સંચાલનને પગલે તેની સમાંતર આવતી ટ્રેનોના (Train) સમયમાં (Time) પશ્વિમ રેલવે દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. 17 જોડી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનોના સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ઉપર સ્ટોપેજ છે.

નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નં. 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનાં સમયમાં 5 નવેમ્બરથી ફેરફાર કર્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 20901/02 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12009/10 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં થયેલા ફેરફારને કારણે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરત થઈને 17 ટ્રેનો દોડે છે. જેના સુરત સ્ટેશન પરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમય 16 નવેમ્બરથી અમલમાં આવ્યો છે. આ 17 ટ્રેનો સવારના સમયની છે. જેનો સમય બદલાયો છે. વંદે ભારત ટ્રેનની સમાંતર અન્ય ટ્રેનોના સમય ઉપર પણ અસર પહોંચતી હોય વેસ્ટર્ન રેલવે દ્વારા 17 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઇ સેન્ટ્રલ – ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત રેલવે સ્ટેશને સવારે 9 વાગ્યાને બદલે 8.55 કલાકે આવશે અને 8.58 કલાકે ઉપડશે. જેથી તેની સમાંતર આવતી ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેનના સંચાલનને કારણે મુંબઇથી અમદાવાદ તરફ જતી કેટલીક સુપરફાસ્ટ ટ્રેનોનાં સમય પત્રકને પણ અસર પહોંચતી હોય નીચે મુજબની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ટ્રેનો સવારના સમયે સુરતથી અમદાવાદ તરફ રવાના થશે (પહેલાનો સમય અને અત્યારનો સમય)

મુંબઈ -અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 9. 3 મિનિટ – 9. 15 મિનિટ
હાવડા – અમદાવાદ સુપરફાસ્ટ 8. 2 મિનિટ – 7. 55 મિનિટ
બરૌની -અમદાવાદ એક્સપ્રેસ 8. 50 મિનિટ – 8. 7 મિનિટ
આસનસોલ -અમદાવાદ એક્સપ્રેસ 8. 50 મિનિટ – 8. 7 મિનિટ
બાંદ્રા – ગોરખપુર હમસફર 8. 32 મિનિટ – 8. 30 મિનિટ
બાંદ્રા-ઝાંસી એક્સપ્રેસ 8. 32 મિનિટ – 8. 30 મિનિટ
બાંદ્રા – ગોરખપુર અંત્યોદય 8. 32 મિનિટ – 8. 30 મિનિટ
બાંદ્રા -રામનગર એક્સપ્રેસ 8. 32 મિનિટ – 8. 30 મિનિટ
બાંદ્રા – કાનપુર એક્સપ્રેસ 8. 32 મિનિટ – 8. 30 મિનિટ
સિકંદરાબાદ – રાજકોટ 9. 15 મિનિટ – 9. 25 મિનિટ
સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ 9. 15 મિનિટ – 9. 25 મિનિટ
કોઈમ્બતુર – રાજકોટ એક્સપ્રેસ 9. 15 મિનિટ – 9. 25 મિનિટ
કાકીનાડા પોર્ટ -ભાવનગર 9. 15 મિનિટ – 9. 25 મિનિટ

Most Popular

To Top