National

પીકઅપ વાહને બાળકીને કચડી નાંખી, તો લોકોએ ગાડીને આગ લગાડી ડ્રાઇવરને કર્યો સ્વાહા

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhypradesh) આદિવાસી બહુલ જિલ્લા અલીરાજપુરમાં એક 8 વર્ષની બાળકીને (Children) પીકઅપ વેન (Van) દ્વારા કચડી નાંખી હતી. આ અકસ્માતમાં (Accident) બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત (Death) નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધટના સ્થળે જે લોકોએ આ અકસ્માત જોયો હતો તેઓ રોષમાં આવી ગયા હતા. લોકોમાં એટલો ગુસ્સો હતો કે તેઓએ ડ્રાઇવરને મેથીપાક આપી પીકઅપ વેનને આગ લગાડી દીધી હતી. આ સાથે લોકોએ વેનના ડ્રાઇવરને પણ આગમાં સ્વાહા કરી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

  • 8 વર્ષની બાળકીને પીકઅપ વેન દ્વારા કચડી નાંખી
  • લોકોમાં એટલો ગુસ્સો હતો કે તેઓએ ડ્રાઇવરને મેથીપાક આપી પીકઅપ વેનને આગ લગાડી દીધી
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો

મળતી માહિતી મુજબ વેનનો ડ્રાઈવર મગન સિંહને ભાબરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસાડવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાઈવરની હાલત એટલી ગંભીર થઈ હતી કે તેને ભાબરાની સરકારી હોસ્પિટલથી ગુજરાતના દાહોદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ડ્રાઈવર મગન સિંહ તેના પરિવારમાં એકમાત્ર કમાતો સભ્ય હતો. તેમના પરિવારમાં પત્ની, ત્રણ નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતા છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે રાત્રે 7-8 વાગ્યાની વચ્ચે ચોટી પોળ ગામમાં એક પીકઅપે બાળકીને કચડી નાંખી હતી. ઘટના બાદ ગ્રામજનોએ ડ્રાઇવરને માર માર્યો હતો અને વાહનને આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

અલીરાજપુરના એસડીએમ કિરણ અંજનાને મામલાની જાણ થતાં જ તેઓએ કહ્યું કે મામલાની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત જણાશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેઓ સામે કડક પગલા લેવામાં પણ આવશે.

બાઇક પર જઇ રહેલા માતા-પુત્રને અકસ્માત નડ્યો, માતાનું મોત
વલસાડ : સેલવાસમાં રહેતા મૈસુરિયા પરિવારનો યુવક પોતાની માતાને લઇ બાઇક પર નવસારી જઇ રહ્યો હતો. ત્યારે વલસાડ નજીક અતુલ ફસ્ટ ગેટ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી ગંભીર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં પુત્રનો બચાવ થયો હતો. જ્યારે માતાના શરીર પરથી મોટા વાહનનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

સેલવાસ કિલવણી નાકા પાસે રહેતો કેયુર કમલેશ મૈસુરિયા ગત સાંજે માતા કલ્પનાબેન મૈસુરિયાસાથે યુનિકોર્ન બાઇક નં.ડીએન-09-ટી-4146 પર સવાર થઇ નવસારીના વેસ્મા ગામે જઇ રહ્યો હતો. ત્યારે વલસાડ નજીક અતુલ ફસ્ટ ગેટ પાસે કોઇ અજાણી ટ્રક કે ટેમ્પો ચાલક તેને ટક્કર મારી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક કે ટેમ્પાનું ટાયર તેની માતા કલ્પનાબેનના શરીર પર ફરી વળ્યું હતું. જેથી તેમનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે મરનારના પતિ કમલેશભાઇએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી અકસ્માત કરનાર ચાલકને શોધવાની કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top