Dakshin Gujarat

વલસાડ: બર્થ ડે પાર્ટીમાં તલવારથી કેક કાપતા-દારૂ પીતા 27 પકડાયા

વલસાડ: (Valsad) છેલ્લા થોડા સમયથી ભાઇગીરીની છબી બનાવવા માટે અનેક યુવાનો જાહેરમાં કેક કાપતા હોવાના બનાવો બન્યા છે. જેને તો પોલીસે (Police) પકડી પાડ્યા હતા. જોકે, ગુપ્ત રીતે દારૂની પાર્ટી (Liquor Party) સાથે તલવાર વડે કેક કાપવાનો બનાવ બનતાની સાથે જ પોલીસે એન્ટ્રી પાડી બર્થડે બોય સહિત 27ને પકડી પાડ્યા હતા. જોકે, 1 ફરાર થઇ ગયો હતો. આ પાર્ટી વેલવાચ ગામના પોલ્ટ્રી ફાર્મમાં ચાલી રહી હતી.

રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ જયદિપસિંહ રાજપૂતને વેલવાચ ગામે એક બર્થડે પાર્ટીનું (Birthday Party) મોટું આયોજન થયું છે અને તેમાં દારૂ પિરસાઇ રહ્યો હોવાની બાતમી મળતાં પીએસઆઇએ પોતાના સ્ટાફ સાથે વેલવાચ ગામે પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. જેમાં તેમણે બર્થ ડે બોય 29 વર્ષના આશિષ શંકર કોળચા (રહે. કાકડમતી વલસાડ)ને પકડી પાડ્યો હતો. જેની સાથે પોલીસે આ પોલ્ટ્રી ફાર્મ આપનાર અંભેટી ગામના 21 વર્ષના બિપીન પ્રવિણ નાયકા સહિત કુલ 27ને પકડી પાડ્યા હતા. જોકે, આ પાર્ટીમાં દારૂ સપ્લાય કરનારા પારડીના રોહિણા ગામના લાલુને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસે તલવાર સાથે 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
નાનકવાડાના સરપંચ અને તેના સાથીદારોને પાર્ટી કરતા પકડી પાડ્યા બાદ રૂરલ વિસ્તારમાં જ વધુ એક મોટી પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ પાર્ટીમાં પોલીસે દારૂની ખાલી 6 બોટલો, 25 મોબાઇલ અને 11 બાઇક અને કેક કાપવાની તલવાર પણ કબજે લીધી હતી. પોલીસે કુલ રૂ. 4,66,500નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે પકડેલા આરોપીઓ
આશિષ શંકર કોળચા, 2. બિપીન પ્રવિણ નાયકા, 3. નિલેષ અજય પટેલ, 4. ભાવેશ પ્રકાશ પટેલ, 5. અનિલ અરવિંદ નાયકા, 6. સ્નેહલ મંગુ પટેલ, 7. ભાવેશ રમણ સોળિયા, 8. બિપીન દિલીપ વારલી, 9 અંકિત અરવિંદ પટેલ, 10. અજય મંગલ રાજભર, 11. નિરંજન બ્રિજનાથ મોર્ય, 12. અરવિંદ છના પટેલ, 13. કલ્પેશ કસ્તુર નાયકા, 14. પરિમલ ભરત પટેલ, 15. અજીત જયેશ નાયકા, 16. અજય ચંદુ નાયકા, 17. અજય જવેર નાયકા, 18. અજય નિલેશ ભુરકુંડ, 19. અજય ગુલાબ ગાંગુડા, 20. અલ્પેશ અશોક પટેલ, 21. દિવ્યેશ દયાળ નાયકા, 22. ગણેશ રમણ સોળિયા, 23. પ્રતિક ભુપેન્દ્ર પટેલ, 24. વિરલ મહેશ પટેલ, 25. કેનુર રાજેશ કોલચા, 26. ભાવિન રાજેશ પટેલ અને 27 એક કિશોર.

Most Popular

To Top