Dakshin Gujarat

ધરમપુરમાં નાળા પરથી કાર સાથે તણાયેલા ત્રણ શખ્સો પાંચ દિવસે પણ લાપતા

વલસાડ: (Valsad) વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને (Rain) કારણે નદી (River) નાળા છલકાઈ ગયા હતા ત્યારે ધરમપુરના બોપી ગામના શિરીષપાડામાં ખનકી પરના નાળા પરથી પાણીનું વહેણ વધારે હોવા છતાં તા.૧૧-૦૭-૨૦૨૨ના રોજ બપોરે ૨.૧૫ વાગ્યે ચાર લોકો ઈકોકાર લઈને પસાર થયા હતા. તે દરમિયાન નાળા પર વચ્ચે કાર (Car) બંધ પડી ગઈ હતી અને લોક થઈ જતા ચારેય જણા કારમાં ફસાઈ ગયા હતા. એક વ્યક્તિ દરવાજાનો કાચ અડધો ખુલ્લો હોવાથી મથામણ કરી બહાર આવ્યો હતો પરંતુ બીજા ત્રણ વ્યક્તિ કારમાં જ રહી ગયા હતા. કારમાં ઝડપથી પાણી ભરાતા પાણીના વહેણ કાર અને ત્રણેય વ્યક્તિ ખનકીમાં તણાઈ ગયા હતા જે આજ દિન સુધી મળી આવ્યા નથી.

  • નાળા પરથી કાર સાથે તણાયેલા ત્રણ શખ્સો પાંચ દિવસે પણ લાપતા
  • ધરમપુરના શિરીષપાડામાં ખનકી નાળા પરથી વહેતા પાણીમાંથી પસાર થતી વેળ ઈકો કાર બંધ પડી હતી,
  • કારમાં પાણી ભરાતા પાણીમાં ખેંચાઈ ગઈ હતી, એક વ્યક્તિ બહાર નીકળી આવતા બચી ગયો હતો

ગુમ થયેલા વ્યક્તિઓમાં (૧) ભાવેશ ઉર્ફે ધર્મેશ ગોવિંદભાઈ પટેલ (ઉંમર-૩૩, ડ્રાઈવર, બારસોલ બીડ ફળિયા, તાલુકા-ધરમપુર મજબૂત બાંધાના, શ્યામવર્ણ અને મોઢા ઉપર દાઢી છે, તેમણે ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેરેલા છે.) (૨) જયંતિભાઈ ઇશ્વરભાઇ પટેલ (ઉંમર-૪૦, ધંધો-રિક્ષા ડ્રાઈવર, મોટી ઢોલડુંગરી, તાલુકા-ધરમપુર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ, ચપટો-લંબગોળ ચહેરો છે તેમણે ટ-શર્ટ અને હાફ પેન્ટ પહેરેલા છે.) (૩) મોહનભાઈ રવિયાભાઈ પટેલ (ઉંમર-૬૫, મરલા માવજી ફળિયા, તા-જી-વલસાડના રહેવાસી છે તેઓ મધ્યમ બાંધો, રંગે શ્યામવર્ણ, માથાના વાળ સફેદ અને ચપટો લંબગોળ ચહેરો છે તેમણે લાંબી બાંયનું શર્ટ અને પેન્ટ પહેરેલું છે. ત્રણેય વ્યક્તિઓ ગુજરાતી તથા હિંદી ભાષા જાણે તથા બોલે છે.) આ ત્રણેય વ્યક્તિઓની કોઈને ભાળ મળે તો ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Most Popular

To Top