Dakshin Gujarat

વલસાડ: બુલેટ પર જઇ રહેલા ધો.11ના વિદ્યાર્થીનું ડમ્પર અડફેટે મોત

વલસાડ : વલસાડના (Valsad) ગ્રામ્ય વિસ્તારની ફણસવાળા સ્કૂલમાં (School) અભ્યાસ કરતા ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ (Student) શાળાએ બુલેટ (Bullet) પર આવ્યા હતા અને શાળાથી બુલેટ પર સવાર થઇ ઘરે પરત થઇ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં ડમ્પર ચાલક સાથે તેમનો અકસ્માત (Accident) થયો હતો.

  • ધોરણ 11 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ બુલેટ પર સ્કૂલેથી ઘરે પરત જઇ રહ્યા હતા

આ અકસ્માતના પગલે બે પૈકી એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્યને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના કલવાડા ગામે આહિરવાડમાં રહેતા હેમિલ મનીષભાઇ આહીર અને અભય મુકેશભાઇ આહીર બુલેટ પર સ્કૂલે ગયા હતા. તેઓ ફણસવાળા હાઇસ્કૂલમાંથી છૂટી પોતાના ઘરે પરત થઇ રહ્યા હતા એ સમયે એક ડમ્પર (નં. GJ-19-X-9029)ના ચાલકે તેમને અડફેટે લીધા હતા.

એ દરમિયાન હેમિલ આહીરને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે તેના મિત્ર અભયને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. આ ઘટના અંગે હેમિલના પરિવારજનોએ ડમ્પર ચાલક વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકની તપાસ હાથ ધરી છે.

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનના ઘાટમાં દૂધનો જથ્થો ભરેલું ટેન્કર દીવાલ તોડી ખીણમાં ખાબક્યું
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં દૂધનો જથ્થો ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દુધનો જથ્થો ભરી સુમુલ ડેરી સુરત તરફ જઈ રહેલું શ્રદ્ધા કોર્પોરેશનનું ટેન્કર ન. જી.જે.21.વી.4560 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્થળ પર ટેન્કર સંરક્ષણ દીવાલ તોડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં દૂધનાં ટેન્કરનો વાલ્વ ખુલી જતા ક્યારામાંથી કોતરડા તરફ દૂધની નદી વહેવા લાગી હતી. આ બનાવમાં દૂધનો જથ્થો વહી ગયો હતો. જ્યારે ટેન્કરને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ટેન્કર ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નજીવી ઇજાઓ પહોચતા તેઓનો ચમત્કારીક બચાવ થયેલો હોવાની વિગતો સાંપડેલી છે.

Most Popular

To Top