Sports

IND vs PAK T20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર!

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં (World) લોકોએ ઉત્સાહ સાથે 2023ને વિદાય આપી અને 2024નું ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) પણ નવા વર્ષની સફર શરૂ કરી દીધી છે. ભારતીય ટીમ માટે આ વર્ષે આઇસીસી (ICC) ટ્રોફી (Trophy) જીતવાની સુવર્ણ તક છે. તેમજ ભારત-પાકિસ્તાનની (India-Pakistan) આગામી મેચની તારીખો જાહેર થતાં મેચના રસીયાઓમાં પણ ખુશીની લહેર ફરી વળી છે.

ભારતીય ટીમ માટે નવા વર્ષમાં ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં રમાશે. જેનું સંપૂર્ણ સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમના શેડ્યૂલની પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાવાની છે. જ્યારે બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે રમાશે. T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. જો કે છેલ્લી ઘડીએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે.

ભારતીય ટીમનું સમયપત્રક
5 જૂન – આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
9 જૂન – પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન – અમેરિકા, ન્યુયોર્ક
15 જૂન – કેનેડા, ફ્લોરિડા
20 જૂન – C-1 (ન્યૂઝીલેન્ડ) બાર્બાડોસ
22 જૂન – શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન – ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા
26 જૂન – પ્રથમ સેમિ-ફાઇનલ, ગયાના
28 જૂન – બીજી સેમિફાઇનલ, ત્રિનિદાદ
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ

આ આગામી T20 વર્લ્ડ કપ 2024નું ફોર્મેટ હશે
આગામી T20 વર્લ્ડ કપ 5 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. આ વર્લ્ડ કપ માટે 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. તેમજ દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. ત્યાર બાદ તમામ 8 ટીમોને 4 દરેકના 2 જૂથોમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

છેલ્લા T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી 8 ટીમોને સુપર-12 સ્ટેજ માટે સીધી એન્ટ્રી મળી હતી. તેમજ ચાર ટીમોએ ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા સુપર-12માં જગ્યા બનાવી હતી.

આ 12 ટીમોને T20 વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે

  • વેસ્ટ ઈન્ડિઝ
  • અમેરિકા
  • ઓસ્ટ્રેલિયા
  • ઈંગ્લેન્ડ
  • ભારત
  • નેધરલેન્ડ
  • ન્યુઝીલેન્ડ
  • પાકિસ્તાન
  • દક્ષિણ આફ્રિકા
  • શ્રીલંકા
  • અફઘાનિસ્તાન
  • બાંગ્લાદેશ

આ 8 ટીમો ક્વોલિફાય થઈ હતી

  • આયર્લેન્ડ
  • સ્કોટલેન્ડ
  • પાપુઆ ન્યુ ગિની
  • કેનેડા
  • નેપાળ
  • ઓમાન
  • નામિબિયા
  • યુગાન્ડા

Most Popular

To Top