Vadodara

વડોદરા શહેર જીલ્લાનું ધો.12નું 67.19 ટકા પરિણામ

વડોદરા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનું પરિણામ 73.27 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં ખૂબ જ ઓછું છે. જ્યારે આ વર્ષે વડોદરા શહેર જીલ્લાનું 67.19 ટકા પરિણામ આવ્યું હતું. વડોદરા શહેરમાં 15 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પરિણામને લઈ વિદ્યાર્થીઓએ ગરબે રમી ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ બુધવારે જાહેર કરી દેવામાં આવ્યું હતું.

જોકે આ વર્ષે જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામમાં મોટો ઘટાડો થયો છે. ગત વર્ષની વર્ષની સરખામણીમાં આ વર્ષે નબળું પરિણામ આવ્યું હતું. ધોરણ-12 સાયન્સ અને ધોરણ-10 બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાછલા વર્ષ કરતા પરિણામની ટકાવારીમાં 10 ટકા કરતા વધુનો ઘટાડો થયો છે. આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ પરિણામમાં બાજી મારી છે. જોકે, આ વર્ષે પરિણામની ટકાવારીમાં ઘટાડો થવાની સાથે 100% પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે આ શાળાઓની સંખ્યા 1064 હતી જે આ વર્ષે ઘટીને 311 થઈ ગઈ છે. વડોદરા જિલ્લાનું 67.19 ટકા પરિણામ કરતા 9 ટકા ઓછું પરિણામ નોંધાયું હતું. જેમાં 55 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો.

રીક્ષા ચાલક પરિવારની દીકરીએ 98.41 PR મેળવ્યા
ધોરણ-12ની પરીક્ષા માટે મહેનત તો મેં માત્ર છ મહિના કરી હતી.પછી વચ્ચે બે-ત્રણ મહિનાનો ગેપ આવી ગયો હતો.અને ત્યાર બાદ છેલ્લા બે મહિનામાં ખૂબ જ મહેનત કરી અને આ પરિણામ મેળવ્યું છે.હાલ UPSC પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને સાથે બીકોમ પણ કરીને મારું તેમજ મારા માતા-પિતાનું સપનું પૂરું કરીશ.
-ઉર્વશી કહાર, વિદ્યાર્થીની

ફ્રુટની લારીધારકની દીકરીએ 92.53 ટકા મેળવ્યા
મારા સારા પરિણામ માટે સ્કૂલના શિક્ષકો ઉપરાંત પલકભાઇ પટેલ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા અને MBA થયેલા પલકભાઇ પટેલનો સંપર્ક સ્કૂલમાંજ થયો હતો.તેઓ મને ટીચીંગ આપવા સાથે માર્ગદર્શન પૂરું પાડતા હતા.મારી તમામ તકલિફોમાં તે સાથે રહ્યા છે.તેઓ મારા ઘરે આવીને મારી અભ્યાસની મુશ્કેલી દૂર કરતા હતા. કદાચ પલકભાઇ મારા માર્ગદર્શક ન હોત તો હું આટલું પરિણામ લાવી શકી ન હોત. હું સ્કૂલમાં જે અભ્યાસ કરાવે તે ઘરે આવીને રીફર કરતી હતી. – રોજીફાતિમા પઠાણ
કોમર્સમાં ખુબ જ સારુ પરિણામ આવ્યું છે
ઓછું પરિણામ તો આપણે ન ગણી શકાય કારણ કે બે વર્ષ કોરોના કાળમાં ગયા હતા. આ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ધોરણ 10ની પરીક્ષા નથી આપી. આ તમામ વિદ્યાર્થી એ વન ટોપર્સ છે. સાયન્સ, આર્ટસ અને કોમર્સમાં ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. -પરેશ શાહ, આચાર્ય, જય અંબે વિદ્યાલય

હું ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ કરવા માગું છું
મારે 99.85 પીઆર આવ્યા છે.મેં આની પાછળ ખૂબ મહેનત કરી હતી.હાર્ડવર્ક કરતા સ્માર્ટ વર્ક વધારે કર્યું હતું.જેથી સારું પરિણામ આવ્યું છે.આ પરિણામમાં મારા શિક્ષકોનું યોગદાન ખુબ સારું રહ્યું છે.હું આગળ ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ કરવા માગું છું અને સીએ થવા ઈચ્છી રહ્યો છું. – પ્રથમ પંચાલ, વિદ્યાર્થી
શરૂઆતથી પરીક્ષા સુધી ખુબ મહેનત કરી છે
મારુ પરિણામ 99.67 પીઆર આવ્યા છે. પહેલેથી લઈ લાસ્ટ પરીક્ષા સુધી મહેનત કરી છે. મારુ સપનું છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનું અને હાલમાં પણ તે જ દિશામાં આગળ વધવા માટે ક્લાસ કરી રહ્યો છું. હું સીએ બનવા માંગુ છું. – અમન પટેલ, વિદ્યાર્થી

Most Popular

To Top