Gujarat

માતા હીરાબાનાં નિધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ પાઠવી

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું દુ:ખદ અવસાન થયું છે. આજે વહેલી સવારે તેઓએ યુ.એન મહેતા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. હીરાના દેવલોક પામતા તેઓનું વતન વડનગર શોકમગ્ન થઈ ગયું છે. વડનગરમાં આજે તમામ લોકોએ બંધ પાળ્યું છે. ગાંધીનગર સ્થિત રાયસણ ખાતે હીરાબાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પી.એમ મોદી સાથે તેઓના ભાઈઓએ માતા હીરાબાને કાંધ આપી હતી. ત્યારબાદ ચારે ભાઈઓએ માતા હીરાબાને મુખાગ્ની આપી હતી. હીરાબા નિધનના પગલે સમગ્ર મોદી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વેપારીઓએ બંધ પાળ્યો
હીરાબા નિધનને લઈ સમગ્ર રાજ્યમાં શોક છવાઈ જવા પામ્યો છે. ખાસ કરીને તેઓના વતન વડનગરમાં…આજે આખું વડનગર માતા હીરાબાને યાદ કરી રહ્યું છે. હીરાબા નિધનના સમાચાર સાંભળતા જ સમગ્ર વડનગર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માઆતે વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો છે. આખા બજારની તમામ દુકાનો બંધ છે.

વડાપ્રધાનનાં નિર્ધારિત કાર્યક્રમો રદ નહિ થશે
માતાના નિધનના પગલે હાલમાં પી.એમ મોદી શોકમાં ગરકાવ થઈ ગયા છે. પરંતુ તેમ છતાં તેઓ પોતાના નીર્ધારિત કાર્યક્રમો રદ કર્યા નથી. PMO તરફથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.

હીરા બાના પરિવારે લાગણીસભર અપીલ કરી
હીરા બાના પરિવારે સૌને ભાવભરી અપીલ કરી છે. પરિવાર વતી કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા બદલ અમે દરેકનો આભાર માનીએ છીએ. અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો. હીરા બાને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.

હીરાબાના નિધનનાં સમાચાર ખુદ પી.એમએ ટ્વીટ કરી આપ્યા
માતા હીરાબાનાં નિધનની જાણ થતા પી.એમ મોદીએ ટ્વીટ કરી આ સમાચાર આપ્યા હતા. તેમજ શ્રદ્ધાંજલિ આપતા માતા હીરાબા વિશે લખ્યું હતું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top