National

યમુના નદીમાં ઓએનજીસીની ગેસ પાઈપલાઈનમાં અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં સર્જાયો ભયનો માહોલ

ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત જિલ્લાના ગામમાં ઈન્ડિયન ઓઈલ કંપનીની (Indian Oil Company) ગેસ પાઈપલાઈનમાં (Gas pipeline) અચાનક જ બ્લાસ્ટ (blast) થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાગપત જિલ્લામાં આવેલ જાગોશ ગામની છે. યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈનમાં સવારે બ્લાસ્ટ થયો હતો. આ ગેસ પાઈપલાઈન વિસ્ફોટ થતા તેની આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થતા પાણીના ફૂવારા ઉછળ્યા હતા.

  • સવારે લગભગ 3 વાગ્યાની આજુબાજુ બ્લાસ્ટ થયો હતો
  • ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈનમાં અચાનક જ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી
  • ઘટનાની માહિતી મળતા સિંચાઈ વિભાગ તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી

સવારે લગભગ 3 વાગ્યાની આજુબાજુ બ્લાસ્ટ થયો હતો
યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈનમાં સવારે લગભગ 3 વાગ્યાની આજુબાજુ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાની માહિતી મળતા સિંચાઈ વિભાગ, જિલ્લાના તમામ અધિકારીઓ તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે હાલ ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્લસ્ટથી કોઈ પણ પ્રકારની નુકસાની કે જાનહાની થઈ નથી.

આજુબાજુના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા
આ ઘટના બનતા ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી ગેસ કંપનીને આપવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયા પછી કેવા ફુવારા ઉછળી રહ્યા છે. પાણીમાં મોજા ઉછળતા જોવા માટે આજુબાજના ગામના લોકોની ભીડ પણ ઉમટી પડી હતી.

બ્લાસ્ટનું સાચુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી
યમુના નદિમાં થયેલ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનું સાચુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ એવુ માનવામાં આવી રહ્યું છે કે યમુના નદિમાં વહેતા પાણીના ઝડપી પ્રવાહને કારણે કોઈ પથ્થર પાઈપલાઈન સાથે અથડાયો હશે જેના લીઘે પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હશે. જો વાત કરીએ તો છાલ્લા કેટલા દિવસથી યમુના બે કાઠે વહી રહી છે. યમુના, ગંગા, શારદા સહિત ઘણી નદિઓ ખતરાના નિશાનથી ઉપર વહિ રહી છે.

Most Popular

To Top