National

CM યોગીના ઘરની બહાર મુકાયો બોમ્બ: શું છે આખી ઘટના જાણો વિસ્તાર પૂર્વક

નવી દિલ્હી : લખનવથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ ઘટના અંગેની સૂચના દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમ તરફથી લાખનવ પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. સૂચના મુજબ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી (Chief Minister) યોગી આદિત્યનાથના (Yogi Adityanath) નિવાસસ્થાનની બાહર બોમ્બ (Bomb) મુકવામાં આવ્યો હોવાની હતી. આ સૂચના મળતાની સાથે જ લાખણવ પોલીસ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ ઘટના સથળે પહોંચી ગયા હતા. પોલીસની ટીમ સાથે બોમ્બ ડિસ્પોઝ કરનારની ટીમ પણ જાચ પડ઼તાલમાં જોડાઈ ગઈ હતી.અને સીએમ યોગીના ઘરની બહાર તપાસમાં લાગી ગઈ હતી. જોકે સૂચન વાળા સ્થળ એટલે કે ઘરની બાહર થી કઈ મળ્યું ન હતું.

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બાહર
  • બોમ્બ મુકાયો હોવાનો આવ્યો કોલ દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમ ઉપર આવ્યો
  • પોલીસની ટીમ સાથે બોમ્બ ડિસ્પોઝ કરનારની ટીમ પણ જાચ પડ઼તાલમાં જોડાઈ

બૉમ્બ મુકાયાની આ સૂચના ખોટી અને બેબૂમીયાદ
યોગી આદિત્યનાથના ઘરની બાહર બોમ્બ મુકાયો હોવાનો એક કોલ દિલ્હી કંટ્રોલ રૂમના હેડ ક્વાટર ઉપર આવ્યો હતો. જેને લઇને પોલીસ તુરંત જ એલર્ટ મોડમાં મુકાઈ ગઈ હતી અને આગળ આ કોલની જાણકારી આપી હતી.દિલ્હી કંટ્રોલ રૂમે તુરંત જ લાખનવ પોલીસને મેસેજ પાસ કર્યો હતો.ત્યારબાદ આ ઘટનાની જાચ પડ઼તાલ શરુ થઇ હતી. સ્થાનીય ગૌતમપલ્લી પોલિસ મથકના ઈંસ્પેક્ટર સુધીર અવસ્થીએ કહ્યું હતું કે બૉમ્બ મુકાયાની આ સૂચના ખોટી અને બેબૂમીયાદ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દિલ્હી કંટ્રોલ રૂમને કેટલાય રાજ્યોમાં બૉમ્બ મુકાયો હોવાની સૂચના ભર્યા મેસેજો મળ્યા હતા. અને ત્યાર બાદ લાખનવ પોલીસને આ અંગે સૂચિત કરવામાં આવ્યું હતું. જોકે બૉમ્બ મુકવાની આ સૂચના બાદ સીએમ યોગીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

એલઆઈયુની ટીમ અને ગૌતમપલ્લી ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે. માહિતી આપનારને શોધી કાઢવામાં આવી રહ્યો છે હાલમાં તેનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ છે.પોલીસના જણાવ્યા અનુસાર,આરોપીઓએ ફોન કરીને બોમ્બ અંગે માહિતી આપી હતી. આ પછી LIUની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે સીએમ યોગી આદિત્યનાથના ઘરની બહાર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે આ માહિતી નકલી હતી.

Most Popular

To Top