Comments

ત્યાં સુધી કાશ્મીર અને ભારત માટે આશા છે

કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર સમાજશાસ્ત્રી હતા. તેઓ ખીણમાં જન્મ્યા હતા અને ઉછર્યા હતા અને પંડિતોનાં જીવન પર વંશાઇયરૂપ ગ્રંથ લખ્યા હતા. પ્રો. માદનના ભાઇ પોતે શ્રીનગરમાં ગાંધી મોમોરિયલ કોલેજના આચાર્ય હતા અને તેમને વતનમાંથી ભગાડવામાં આવ્યા હતા. તેમના વડીલોપાર્જિત ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અરબી સહિતની પાંચ ભાષાઓની હસ્તપ્રત સળગાવી દેવામાં આવી હતી.

કાશ્મીર છોડવું પડયું હોય તેવા પંડિતોની કેટલીક સરસ સ્મૃતિઓ છે. પણ પંડિતો કેવી રીતે અને શા માટે કાશ્મીર છોડી ગયા તેનો સૌથી અધિકૃત કહી શકાય તેવો નિબંધ સોનિયા જબ્બરે લખ્યો છે. ‘સ્પિરિટ ઓફ પ્લેસ’ નામનો આ નિબંધ સિવિલ લાઇન્સ 5,માં પ્રકાશિત થયો છે. ત્રણ પાનાના આ નિબંધમાં 36 પંડિત સ્ત્રી-પુરુષોનાં નામ, જન્મ તારીખ, મૃત્યુ તારીખ, તેમના વતન અને તેમનાં પરિવારજનોનાં નામ વગેરે આપવામાં આવ્યાં છે. આ તમામ 36 પંડિત સ્ત્રી-પુરુષોની જેહાદીઓએ હત્યા કરી હતી. સોનલ જબ્બર લખે છે: આ 36 નામ એવાં લોકોમાંથી થોડાં છે જેને ઇ.સ. 1989-1991 ની વચ્ચે ઉદામવાદીઓએ મારી નાંખ્યા હતા. તમારે સંપૂર્ણ ચિત્ર જોઇતું હોય તો હું લગભગ નવસો લોકોનાં નામ સરનામાં ઉમેરી શકીશ. આ સ્ત્રીઓ અને પુરુષો સામસામા ગોળીબારમાં અકસ્માત નથી માર્યા ગયા. પણ તેમને પધ્ધતિસર અને ઘાતકી રીતે નિશાન બનાવાયાં હતાં. ઘણી સ્ત્રીઓને મારી નાંખતાં પહેલાં તેમના પર સામુહિક બળાત્કાર થયો હતો.

એક સ્ત્રીના કરવતથી બે ભાગ કરવામાં આવ્યા હતા. પુરુષોના શરીર પર ઘાતકીપણાના નિશાન હતાં. ‘ગળું દબાવીને, ફાંસીએ લટકાવીને, શરીરના અંગ કાપી નાંખીને અને આંખો બહાર કાઢી લઇને મૃત્યુ નિપજાવ્યાં હોવાની ઘટના અસાધારણ ન હતી. ઘણી વાર આ હતભાગીઓનાં શરીર કચરામાં એવી ચિઠ્ઠી સાથે નાંખવામાં આવ્યા હતા કે કોઇ પણ આ શબને અડકશે તો તેમને સખત પીડા અપાશે યા મારી નાંખવામાં આવશે. ચોવીસ મહિનાના ગાળામાં 350000 ની વસ્તી ધરાવતા પંડિતોમાંથી 900 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી એ ચોંકાવનારો આંકડો છે. પંડિતોની હિજરત જગમોહને યોજી હતી એવું કહેનાર કોઇ પણ શખ્સ જૂઠ્ઠો છે.’

કાશ્મીરી પંડિતોની સૌ પ્રથમ અને સૌથી મોટી કરુણ ઘટના એ છે કે તેમને તેમના વતનમાંથી ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. જેહાદી દળોએ પંડિતોને તેમના ઝનૂનપૂર્વકનાં નિશાન બનાવ્યાં ત્યારે ત્યારે તેમના જ લોકોએ ભાગવાનું પસંદ કર્યું. પંડિતોને કાશ્મીરીયત સાથે જોડનાર સાંસ્કૃતિક, સાહિત્યિક અને આધ્યાત્મિક બંધનો ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઘાતકી રીતે કાપી નાંખવામાં આવ્યાં હતાં. બીજું ભારતના અન્ય કેટલાક ભાગમાં મુસ્લિમોની પજવણીના સમયે કાશ્મીરી પંડિતો સાથે ઘાતકીપણું અજમાવાયું હતું. આ જ વખતે અયોધ્યાની રામમંદિર ઝુંબેશ, બાબરી મસ્જિદ વગેરે ઘટના બની હતી. જેમાં નિર્દોષ મુસલમાનોને ખાસ્સું સહેવું પડયું હતું. આ ઘટનાઓ વ્યાપક હોવાથી કાશ્મીરની ઘટનાઓ ઢંકાઇ ગઇ હતી અને ત્રીજી ઘટના એ હતી કે કાશ્મીરી પંડિતોની યાતના પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો.

પંડિતોની હિજરત માટે પાકિસ્તાન કે જગમોહન જવાબદાર હતા એ વાત વ્યાપક બની. આ જુઠાણાં છે. કાશ્મીરની મુસ્લિમ નેતાગીરીમાં ઇન્કારવાદને પ્રોત્સાહન આપ્યું અને હુર્રિયત, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને નેશનલ કોન્ફરંસે કાશ્મીરી હિંદુઓની હકાલપટ્ટી સાથે કાશ્મીરી મુસલમાનોને કંઇ લેવા દેવા નથી એવો ઢોંગ કરાવ્યો. ચોથી ઘટનામાં કાશ્મીર બહાર વસી રહેલા કાશ્મીરી પંડિતોની યાતનાનો હિંદુત્વવાદીઓએ ઉપયોગ-ના, દુરુપયોગ કર્યો અને ભાગલપુર, મુંબઇ, અમદાવાદ વગેરે સ્થળોએ ભારતીય મુસલમાનો પર થયેલી હિંસાની છાપ દૂર કરવા આ દુરુપયોગ કર્યો. 2019 ના ઓગસ્ટથી પાંચમી ઘટના બની છે. બંધારણની કલમની નાબૂદી અને રાજયના દમનની ઘટના બની છે. ઘણાં હિંદુઓએ તેને પંડિતો સાથે જે થયું તેના બદલા રૂપે આવકારી છે અને જેના પર સંખ્યાબંધ નિયંત્રણ મુકાયાં છે તે યુવાન કાશ્મીરીએ તેની સાથે કંઇ લેવાદેવા નથી. હવે ભારતની કોમવાદી માનસિકતાએ ખર્ચ ભોગવવો પડશે.મારા પરમ મિત્રને મારી આ પરિસ્થિતિ વિશેના પત્રના જવાબમાં જણાવ્યું કે મારે અને મારા પરિવારે સહેવું પડયું છે છતાં ખીણનાં લોકો પર જે અત્યાચાર થાય છે તે જોતાં મને હતાશા ઉપજે છે. તેમને વિખૂટાં પાડી કેદીઓ બનાવાય છે. છતાં મને આશા છે. આવાં કેટલાંક લોકો છે ત્યાં સુધી કાશ્મીર અને ભારત માટે આશા છે.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top