Vadodara

વાસણા રોડના દેવનગર સો.માં બાટલાે ફાટતા બે લોકોના મોત

વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડની દેવ નગર સોસાયટીમાં ઘરેલુ ગેસના બોટલમાં સવારના પહોરમાં પ્રચંડ ધડાકા સાથે આગ પણ ફેલાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. કરુણ દુર્ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વડોદરા શહેરના વાસણા રોડ ખાતે આવેલ સ્વામિનારાયમંદિર પાછળ દેવ નગર સોસાયટીમાં આવેલ મકાન નંબર 106 મા મકાન માલિકની પત્ની સવારે ઊઠીને લાઈટ ચાલુ કરતા જ આંખના પલકારામાં નજીકમાં પડેલો ગેસ નો બોટલ ફાટ્યો હતો. બોટલ નો ધડાકો એટલે પ્રચંડ હતો કે આંખના પલકારામાં ભર્યું ઘર આખું ખંડેર થઇ ગયું હતુ.

સાથો સાથ આસપાસના 10 મકાનોની છત, બારી બારણા અને કાચ સાથે દ્વી ચક્રી વાહનોને પણ વ્યાપક નુકશાન પહોચ્યું હતું.ફાટેલા બોટલના કારણે બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને મકાનના પરિવાર તથા પાડોશીઓ સહિતના છ વ્યક્તિઓ ને પણ ગંભીર ઇજા પહોંચી હતી. વડીવાડી ફાયર બ્રિગેડ ને સવારે 8 વાગે મળેલા મેજર કોલ ના પગલે લાશ્કરો બચાવ સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત મકાનમા તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી.જોકે મકાનમાં બે મહિલાઓ સહિત આઠ ઇજાગ્રસ્તોને લાશ્કરોએ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

જ્યારે ગેસ બોટલ ના ધડાકા થી ધરતીકંપ જેવા દહેશતનો માહોલ સર્જાયો હતો. સ્થાનીક રહીશોના ટોળે ટોળા ઘરની બહાર દોડી ગયા હતા. એવુ જાણવા મળ્યું હતું કે મકાન માલિક જયેશભાઈ વિજયભાઈ જૈન તેમની વૃદ્ધ માતા અને પુત્ર ઘરમાં જ હતા. તેમનાં પત્નીએ ચા બનાવવા માટે જેવો ગેસ ચાલુ કર્યો તે સાથે જ થયેલા વિસ્ફોટ થી આખું ઘર ધણધણી ઊઠયું હતું ગેસ રિફીલિંગ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને ગેસ એજન્સીના માલિકની પણ પૂછતાછ હાથ ધરાઈ છે. વધુમાં 85 વર્ષીય શકુંતલા બેન જૈન અને અંબાલાલ ચૌહાણની હાલત અત્યંત નાજુક હતી જયારે ઇજાગ્રસ્તોની યાદીમાં જયેશ જૈન, તેમનો પુત્ર ધ્રુવેશ, દિપક ચૌહાણ, ભાવનાબેન ગોહિલ, જાલમસિંહ પઢિયાર, અને રોહિત જાધવનો સમાવેશ થાય છે

12 મકાનોમાં દુર્ઘટનાના પગલે તારાજી
સોસાયટીના મકાન નંબર 101 અરૂણાબેન,102 નવનીત પઢિયાર, 103 રાણાભાઇ સોલંકી,104 જાલમસિંહ પઢિયાર,105 અંબાલાલ ચૌહાણ,106 જયેશ જૈન,107 રોહિત જાધવ,123 રસીક પરમાર,128 રણછોડભાઈ,927 રમણભાઈ પરમાર ના મકાનોને વ્યાપક નુકશાન પહોચ્યું હતું.

ભાજપના કાર્યકરોએ આર્થિક સહાય કરી
વૉર્ડ ૧૦માં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ દેવનગર ખાતે આવેલ ઘર માં રાંધણગેસ નો બોટલ આકસ્મિક રીતે ફાટતાં ૦૨ વ્યક્તિ ના દુઃખદ મોત નિપજ્યા હતા અને સાથે ૪ થી ૫ ઘરોને નુકસાન થયું હતું. આ આકસ્મિક અકસ્માત માં તાત્કાલિક અસરથી વૉર્ડ ના કૉર્પોરેટરઓ,ભાજપ અને વૉર્ડના કાર્યકર્તા ઓ દ્વારા અકસ્માત થયેલ 5 પરિવારોને થયેલ નુકસાની પેટે પરિવાર દીઠ ૨૫૦૦૦ રુપીયાની તાત્કાલિક રોકડ મદદ ની જાહેરાત કરી.

Most Popular

To Top