Business

કતારગામ પોલીસને જોતા જ યુવક કારમાંથી કૂદીને ભાગ્યો અને પછી થયું આવું…

સુરત: કતારગામ વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં રેસ લાગી હતી. અહીં પોલીસ ચેકિંગમાં હતી ત્યારે કારમાંથી એક યુવક કૂદીને એકાએક ભાગવા લાગ્યો હતો. તેથી પોલીસે તેનો અને તેના અન્ય બે સાગરિતોનો પીછો કર્યો હતો અને લલિતા ચોકડી સર્કલ પાસેથી બે ને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ભાગી છૂટ્યો હતો.

કતારગામ લલિતા ચોકડીથી સર્કલ તરફ સુમન આવાસ તરફ પોલીસ દ્વારા મૂળ રાજસ્થાનના બે આરોપીની તમંચા સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે કારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી પોલીસને જોતાં કારમાંથી કૂદીને ભાગી ગયો હતો.

  • કતારગામમાં દેશી તમંચા સાથે બે ટપોરી ઝડપાયા : એક ફરાર
  • આરોપીએ તમંચા ઈન્દોરથી મંગાવ્યા હતા
  • આઇ ટ્વેન્ટી સહિત 72000ના મોબાઇલ ફોન સહિત અંદાજે સવા પાંચ લાખની મત્તા સીઝ

આ મામલે કતારગામ પોલીસે જણાવ્યાનુસાર તેઓ ચેકિંગમાં હતા. ત્યારે કૈલાસ પુખરાજ માલી વગર પાસ પરમિટે પોતાના કબજામાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ સાથે ઝડપાયો હતો. તે કારમાં જઇ રહ્યો હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી. આથી આઇ 20 કાર રોકી હતી.

દરમિયાન કારની પાછળ બેસેલો આરોપી જયપ્રકાશ ઉર્ફે જનક સ્થળ પરથી ભાગી ગયો હતો. સવઇ પૂનમસિંગે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને દબોચી લીધો હતો. દરમિયાન આ લોકોએ આ તમંચા જયપ્રકાશે ઇન્દોરથી મંગાવ્યા હોવાની વિગત જણાવી હતી. પોલીસે બે ઇસમની ધરપકડ કરી હતી.

તેમાં કૈલાસ પુખરાજ માલી (રહે., મૂળ રાજસ્થાન, હાલ રહે.,સુરત નરેન્દ્ર કોલોની વોર્ડ નં.36, સ્કૂલ નં.8), સવઇ પૂનમસિંગ રાજપુરોહિત (રહે., બાડમેર) અને જયપ્રકાશ ઉર્ફે જનક હિતેન્દ્રકુમાર (રહે.,બાડમેર, રાજસ્થાન)ના હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાં આ લોકોની આઇ ટ્વેન્ટી સહિત 72000ના મોબાઇલ ફોન અંદાજે સવા પાંચ લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી.

Most Popular

To Top