વર્ષ 2017 બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાતને એક વિશેષ અને મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે. આજે પણ અમેરિકા અને ચીન જગતની બે મુખ્ય મહાસત્તાઓ છે. આખી દુનિયાને ટેરિફના દબાણ હેઠળ ધ્રુજાવનાર ટ્રમ્પ ચીન માટે આવું કરી શક્યા નથી; કારણ કે ચીન પાસે ‘રેર અર્થ’ અને ‘મેગ્નેટ’ જેવાં ખનિજોનો વિશાળ ભંડાર છે. આ સંસાધનો આવતી કાલની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ક્ષેત્ર માટે અનિવાર્ય છે. આ મટીરિયલની નિકાસ પર પ્રતિબંધ મૂકીને ચીન માત્ર અમેરિકાને જ નહીં, પણ સમગ્ર વિશ્વને નમાવી શકે છે. આ જ કારણ છે કે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં સંડોવાયા વગર ચીન, અમેરિકા જેવા શક્તિશાળી દેશ પાસે પણ દંડો પછાડીને પોતાનું ધાર્યું કરાવી શકે છે.આવું જ કંઈક તાજેતરમાં અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં પણ જોવા મળ્યું. ઈરાને ‘હોર્મુઝ સ્ટ્રેટ’(જ્યાંથી દુનિયાના પાંચમા ભાગનો ઊર્જા પુરવઠો પસાર થાય છે) પર પોતાના નિયંત્રણને કારણે જે પ્રતિબંધો લાદ્યા છે, તેનાથી ભારત અને યુરોપિયન દેશો ઊર્જા કટોકટીનો ભોગ બન્યા છે. આ યુદ્ધ વહેલી તકે સમેટાઈ જાય તે માટે વિશ્વ સમુદાયનું ટ્રમ્પ પર દબાણ વધ્યું છે.
આ બંને ઉદાહરણો પરથી સ્પષ્ટ બોધપાઠ મળે છે કે જો તમે એવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હો જેમાં તમારી મોનોપોલી હોય અને વિશ્વ તમારા પર નિર્ભર હોય, તો તમે ગમે તેવા શક્તિશાળી રાષ્ટ્રને મંત્રણાના ટેબલ પર લાવી શકો છો. શી જિનપિંગ અને ટ્રમ્પ જ્યારે મંત્રણા માટે બેઠા, ત્યારે તાઇવાનથી માંડીને મેગ્નેટ્સ, રેર અર્થ અને ઈરાનથી લઈને ખનિજ તેલ તથા ગેસ જેવા અનેક મુદ્દે બંને નેતાઓએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના સમગ્ર વિશ્વના ભૂ-રાજકીય પ્રવાહો માટે અત્યંત સૂચક છે.
જ્યારે ઓક્ટોબર 2025માં ટ્રમ્પ શી જિનપિંગને મળ્યા હતા, ત્યારે તેઓ પ્રમાણમાં મજબૂત સ્થિતિમાં હતા. તેમણે ટેરિફનું જે જોખમ લીધું હતું, તે અમેરિકા અને વિશ્વ જીરવી ગયું હતું અને અમેરિકન અર્થતંત્ર પર તેની કોઈ નકારાત્મક અસર દેખાતી નહોતી. શેરબજાર મજબૂત હતું, ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઘટાડી રહી હતી અને સરકારી શટડાઉન હોવા છતાં વહીવટ ચાલતો હતો. 20 જાન્યુઆરી, 2017થી સત્તા સંભાળનાર ટ્રમ્પની છબી ત્યારે અત્યાર જેટલી ખરડાયેલી નહોતી.
પરંતુ મે 2026ની આ મુલાકાત સમયે ટ્રમ્પ માટે સ્થિતિ વિપરીત છે: ઘરઆંગણે ઓક્ટોબર 2025માં તેમનું રેટિંગ 35% હતું, જે હવે ઘટીને 30% થઈ ગયું છે. ભાવવધારો અને બેરોજગારી જેવા મુદ્દે અમેરિકન મતદારો નારાજ છે. એપ્રિલ 2026માં અમેરિકામાં ફુગાવો 3.8% નોંધાયો છે, જે ફેડરલ રિઝર્વના લક્ષ્યાંક કરતાં બમણો છે. મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકોની વાસ્તવિક આવકમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો થયો છે. 30 વર્ષના બોન્ડ પર વ્યાજદર 5% સુધી પહોંચ્યા છે, જે 2007 પછી સર્વોચ્ચ છે. આનાથી હોમ લોન અને ક્રેડિટ કાર્ડ મોંઘાં થયાં છે.
ગેસોલીનનો ભાવ 3 ડોલરથી વધીને 4.50 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગયો છે, જેણે દરેક ક્ષેત્રે મોંઘવારી વધારી છે. ઉપરાંત ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે અમેરિકા બહારના યુદ્ધોમાં નહીં જોડાય, પરંતુ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં અમેરિકા સંડોવાયું. 400 જેટલા સૈનિકો ઘાયલ થયા અને અનેક જાનહાનિ થતાં અમેરિકન પ્રજામાં રોષ છે. ઈરાનને ત્રણ દિવસમાં નમાવી દેવાની બડાઈઓ ખોટી પડી છે.
ઈરાને મક્કમતાથી સામનો કરી અમેરિકાનાં લશ્કરી થાણાં પર હુમલા કર્યા અને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમની મર્યાદાઓ ખુલ્લી પાડી દીધી. આમ, મે 2026માં જ્યારે ટ્રમ્પ શી જિનપિંગને મળ્યા, ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક છબી નબળી હતી. ચીને તાઇવાન મુદ્દે અમેરિકાને કોઈ પણ દખલગીરી ન કરવાની સ્પષ્ટ સલાહ આપી, જે સાંભળી લેવા સિવાય ટ્રમ્પ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વર્ષ 2017 બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાતને એક વિશેષ અને મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે. આજે પણ અમેરિકા અને ચીન જગતની બે મુખ્ય મહાસત્તાઓ છે. આખી દુનિયાને ટેરિફના દબાણ હેઠળ ધ્રુજાવનાર ટ્રમ્પ ચીન માટે આવું કરી શક્યા નથી; કારણ કે ચીન પાસે ‘રેર અર્થ’ અને ‘મેગ્નેટ’ જેવાં ખનિજોનો વિશાળ ભંડાર છે. આ સંસાધનો આવતી કાલની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ક્ષેત્ર માટે અનિવાર્ય છે. આ મટીરિયલની નિકાસ પર પ્રતિબંધ મૂકીને ચીન માત્ર અમેરિકાને જ નહીં, પણ સમગ્ર વિશ્વને નમાવી શકે છે. આ જ કારણ છે કે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં સંડોવાયા વગર ચીન, અમેરિકા જેવા શક્તિશાળી દેશ પાસે પણ દંડો પછાડીને પોતાનું ધાર્યું કરાવી શકે છે.આવું જ કંઈક તાજેતરમાં અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં પણ જોવા મળ્યું. ઈરાને ‘હોર્મુઝ સ્ટ્રેટ’(જ્યાંથી દુનિયાના પાંચમા ભાગનો ઊર્જા પુરવઠો પસાર થાય છે) પર પોતાના નિયંત્રણને કારણે જે પ્રતિબંધો લાદ્યા છે, તેનાથી ભારત અને યુરોપિયન દેશો ઊર્જા કટોકટીનો ભોગ બન્યા છે. આ યુદ્ધ વહેલી તકે સમેટાઈ જાય તે માટે વિશ્વ સમુદાયનું ટ્રમ્પ પર દબાણ વધ્યું છે.
આ બંને ઉદાહરણો પરથી સ્પષ્ટ બોધપાઠ મળે છે કે જો તમે એવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હો જેમાં તમારી મોનોપોલી હોય અને વિશ્વ તમારા પર નિર્ભર હોય, તો તમે ગમે તેવા શક્તિશાળી રાષ્ટ્રને મંત્રણાના ટેબલ પર લાવી શકો છો. શી જિનપિંગ અને ટ્રમ્પ જ્યારે મંત્રણા માટે બેઠા, ત્યારે તાઇવાનથી માંડીને મેગ્નેટ્સ, રેર અર્થ અને ઈરાનથી લઈને ખનિજ તેલ તથા ગેસ જેવા અનેક મુદ્દે બંને નેતાઓએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના સમગ્ર વિશ્વના ભૂ-રાજકીય પ્રવાહો માટે અત્યંત સૂચક છે.
જ્યારે ઓક્ટોબર 2025માં ટ્રમ્પ શી જિનપિંગને મળ્યા હતા, ત્યારે તેઓ પ્રમાણમાં મજબૂત સ્થિતિમાં હતા. તેમણે ટેરિફનું જે જોખમ લીધું હતું, તે અમેરિકા અને વિશ્વ જીરવી ગયું હતું અને અમેરિકન અર્થતંત્ર પર તેની કોઈ નકારાત્મક અસર દેખાતી નહોતી. શેરબજાર મજબૂત હતું, ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઘટાડી રહી હતી અને સરકારી શટડાઉન હોવા છતાં વહીવટ ચાલતો હતો. 20 જાન્યુઆરી, 2017થી સત્તા સંભાળનાર ટ્રમ્પની છબી ત્યારે અત્યાર જેટલી ખરડાયેલી નહોતી.
પરંતુ મે 2026ની આ મુલાકાત સમયે ટ્રમ્પ માટે સ્થિતિ વિપરીત છે: ઘરઆંગણે ઓક્ટોબર 2025માં તેમનું રેટિંગ 35% હતું, જે હવે ઘટીને 30% થઈ ગયું છે. ભાવવધારો અને બેરોજગારી જેવા મુદ્દે અમેરિકન મતદારો નારાજ છે. એપ્રિલ 2026માં અમેરિકામાં ફુગાવો 3.8% નોંધાયો છે, જે ફેડરલ રિઝર્વના લક્ષ્યાંક કરતાં બમણો છે. મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકોની વાસ્તવિક આવકમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો થયો છે. 30 વર્ષના બોન્ડ પર વ્યાજદર 5% સુધી પહોંચ્યા છે, જે 2007 પછી સર્વોચ્ચ છે. આનાથી હોમ લોન અને ક્રેડિટ કાર્ડ મોંઘાં થયાં છે.
ગેસોલીનનો ભાવ 3 ડોલરથી વધીને 4.50 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગયો છે, જેણે દરેક ક્ષેત્રે મોંઘવારી વધારી છે. ઉપરાંત ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે અમેરિકા બહારના યુદ્ધોમાં નહીં જોડાય, પરંતુ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં અમેરિકા સંડોવાયું. 400 જેટલા સૈનિકો ઘાયલ થયા અને અનેક જાનહાનિ થતાં અમેરિકન પ્રજામાં રોષ છે. ઈરાનને ત્રણ દિવસમાં નમાવી દેવાની બડાઈઓ ખોટી પડી છે.
ઈરાને મક્કમતાથી સામનો કરી અમેરિકાનાં લશ્કરી થાણાં પર હુમલા કર્યા અને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમની મર્યાદાઓ ખુલ્લી પાડી દીધી. આમ, મે 2026માં જ્યારે ટ્રમ્પ શી જિનપિંગને મળ્યા, ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક છબી નબળી હતી. ચીને તાઇવાન મુદ્દે અમેરિકાને કોઈ પણ દખલગીરી ન કરવાની સ્પષ્ટ સલાહ આપી, જે સાંભળી લેવા સિવાય ટ્રમ્પ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.