અમેરિકાના ન્યૂયોર્કમાં મેયરની આજે ચૂંટણી છે. ભારતીય અમેરિક ઝોહરાન મમદાની ન્યૂ યોર્ક સિટી માટે ડેમોક્રેટિક પાર્ટીના મેયર ઉમેદવાર છે. ઘણા સર્વેક્ષણો અનુસાર ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમદાનીને ચોક્કસ વિજેતા માનવામાં આવે છે. મેયરની ચૂંટણી માટે મતદાન આજે સાંજે શરૂ થશે. દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે જો મમદાની જીતશે તો ન્યૂ યોર્કના ભંડોળમાં ઘટાડો થશે.
મમદાની પોતાના નિવેદનોને લઈને કેટલાક સમયથી ચર્ચામાં છે. 27 મે 2025ના રોજ તેમણે કહ્યું હતું કે આપણે નરેન્દ્ર મોદીને એ જ રીતે જોવું જોઈએ જે રીતે આપણે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને જોઈએ છીએ. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન મુસ્લિમો સામે થયેલી હિંસા માટે તેઓ જવાબદાર હતા. 16 ઓક્ટોબર 2025ના રોજ તેમણે કહ્યું હતું કે અબજોપતિ જેવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. દુનિયામાં આટલી બધી અસમાનતા છે. અહીં કોઈની પાસે આટલા પૈસા ન હોવા જોઈએ. 10 ઓક્ટોબર 2025 ના રોજ તેમણે કહ્યું કે અમેરિકાએ ઇઝરાયલને લશ્કરી સહાયતા તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ જ્યાં સુધી તે ગાઝા અને પશ્ચિમ કાંઠા પર નાકાબંધી અને કબજો ચાલુ રાખે છે. ભારતીય-અમેરિકન ઝોહરાન મમદાનીએ છેલ્લા છ મહિનામાં આપેલા આ ત્રણ નોંધપાત્ર નિવેદનો છે જે હેડલાઇન્સમાં છે.
મમદાનીની જીતમાં બે લોકો અવરોધરૂપ છે. ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો જે પોતે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે, અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કુઓમો કહે છે કે મમદાનીની નીતિઓ એટલી ખતરનાક છે કે જો તે જીતે છે તો શહેરમાં વ્યવસાયો નાશ પામશે. જવાબમાં મમદાનીએ તેમને “ટ્રમ્પની કઠપૂતળી” કહ્યા છે.
સંગીતે તેમને બળવાખોર બનાવ્યા, પછી મમદાનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો
રાજકારણમાં પ્રવેશતા પહેલા મમદાન એક હિપ-હોપ રેપર હતા. તેમનું સૌથી પ્રખ્યાત ગીત, “કાંડા”, યુગાન્ડામાં વાયરલ થયું. આ ગીતમાં યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં જીવન અને યુવાનો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. મમદાનીની કહે છે કે સંગીત દ્વારા તેમણે સૌપ્રથમ સમાજમાં અસમાનતા અને ઓળખની રાજનીતિ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાતનો અહેસાસ કર્યો.
કોલેજ પછી મમદાનીએ ક્વીન્સમાં સ્થળાંતર કર્યું. ત્યાં તેમણે ઇમિગ્રન્ટ્સ, ભાડૂઆતો અને બ્લેક લાઇવ્સ મેટર માટેના આંદોલનોમાં ભાગ લીધો. આ સમય દરમિયાન 2017 માં મમદાનીએ ડેમોક્રેટિક પાર્ટી સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.