Dakshin Gujarat

રેલવેની 33 અનરીઝવર્ડ ટ્રેન શરૂ: વલસાડ જિલ્લાને 4 ટ્રેનનો લાભ મળશે

વલસાડ: (Valsad) ગત વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉનમાં ટ્રેનો (Train) બંધ હોવાથી નિયમિત મુસાફરી કરતા હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જો કે આજથી પશ્ચિમ રેલવેએ 33 જેટલી અનરિઝર્વ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે મુસાફરોને મોટી રાહત થઈ છે. આ ટ્રેનોમાં મુસાફરોએ (Passengers) પહેલાની જેમ ટિકિટ કઢાવીને બેસવાનું રહેશે. આ ટ્રેનો પેકી વલસાડ જિલ્લાને 4 ટ્રેનનો લાભ મળ્યો છે.

  • મુસાફરોએ ટ્રેનમાં બેસવા માત્ર ટિકિટ લેવી પડશે
  • વલસાડ, સુરત, વાપી, ઉમરગામ વિસ્તારના મુસાફરોને લાભ
  • 1 વર્ષ પછી ટ્રેનો દોડતી થતા અપડાઉન કરનારા લોકોને ફાયદો
  • સિઝન પાસની સુવિધા શરૂ કરાઇ નહીં

સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન પુર્ણ થયા બાદ પણ મુંબઇ અમદાવાદ વચ્ચે લોકલ ટ્રેનો બંધ હોવાથી મુસાફરોએ ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો. ત્રણ ગણા નાણા ખર્ચીને મુસાફરી કરવાની ફરજ લોકોએ પડી હતી. જોકે ત્યારબાદ રિઝર્વેશન ટ્રેનો શરૂ કરાઇ હતી. જોકે તેને લઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગુરુવારથી શરૂ કરાયેલી 33 ટ્રેનોમાં ચાર ટ્રેનો વલસાડ-વાપી પણ ઉભી રહેશે. જેમાં સુરત-વલસાડ, વલસાડ ઉમરગામ અને મુંબઇ સેન્ટ્રલ-વલસાડનો સમાવેશ થાય છે. જેથી કરીને સ્થાનિક મુસાફરોને હવે ટ્રેનની સુવિધા મળી રહેશે. 1 વર્ષ પછી ટ્રેનો દોડતી થતા વાપી અપડાઉન કરનારા લોકોને ચોક્કસ ફાયદો થશે. છેલ્લા એક વર્ષથી અપડાઉન કરનારાને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો. જેનો હવે અંત આવશે.

નોકરિયાતો માટે સિઝન પાસની સુવિધા શરૂ કરાઇ નહી
રેલવેએ 33 અનરિઝવર્ડ ટ્રેનો શરૂ કરી છે. પરંતુ નોકરિયાતો માટે મહત્વના એવા સિઝન પાસની સુવિધા શરૂ નહી કરાતા રોજિંદા મુસાફરોમાં નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top