ગાંધીનગર: રાજ્યમાં મે 26માં જીએસટી હેઠળ રૂપિયા 7262 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીના મે માસના ગાળા દરમિયાન થયેલી આવક કરતા 16 ટકા વધારે છે. મે 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 3.2% રહ્યો છે.
રાજ્યના મે 2026માં વેટ હેઠળ 2,717 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ, અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડની આવક થયેલી છે. આમ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થતી કુલ 10,998 કરોડની આવક થયેલી છે.