Vadodara

આજે ઉમેદવારીની છેલ્લી તારીખ, 353 પંચાયતોની 19મીએ ચૂંટણી

દાહોદ: દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીઓને લીધે રાજકીય ગરમાવો વધી રહ્યો છે.ત્યારે તારીખ 1 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં સરપંચના 260 અને સભ્યોના 650 ઉમેદવારી પત્રો ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.આ ત્રણ દિવસોમાં ઉમેદવારી માટે ભારે ભીડ જામશે તેમ લાગી રહ્યુ છે.કારણ કે તારીખ 4 ડિસેમ્બર ઉમેદવારી માટેની અંતિમ તારીખ છે. દાહોદ જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરે કુલ 353 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીઓ યોજાનાર છે. જેમાં 353 સરપંચ અને 3282 વોર્ડ સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે.

જાહેરનામુ બહાર પડતાની સાથે જ ઉમેદવારી નોંધાવવાનું શરુ થઇ ગયુ છે ત્યારે બે ગ્રામ પંચાયતોમાં સરપંચ અને અન્ય બે પંચાયતોમાં બે વોર્ડ સભ્યો માટેની પેટા ચુંટણી પણ તેની સાથે જ યોજાનાર છે.જ્યારથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો ત્યારથી તારીખ 1 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં સરપંચ પદ માટે 260 ઉમેદવારી પત્રો ભરાઇ ચુક્યા છે.તેવી જ રીતે પંચાયતોના સભ્યો માટે 650 ફોર્મ ભરાયા હોવાની માહિતી જિલ્લા ચુંટણી શાખામાંથી પ્રાપ્ત થઇ છે.હવે તારીખ 4 ડિસેમ્બર ઉમેદવારી માટેની અંતિમ દિવસ છે ત્યારે આ ત્રણ દિવસોમાં ઉમેદવારી માટે ધસારો વધશે તે નિશ્ચિત છે.તાલુકા પંચાયતો તેમજ મામલતદાર કચેરીઓમાં ભીડ જામી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

લીમખેડા તાલુકામાં ફોર્મ ભરાયાના આંકડા આપવામાં તંત્રના બખાડા, અંતિમ માહિતી આપવામાં આવતી નથી 

લીમખેડા તાલુકામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી કુલ ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે ઉમેદવારીપત્રો ની વિગત આપવામાં વહીવટીતંત્ર પણ ઉણુ ઉતરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે  લીમખેડા તાલુકાની કુલ ૪૩ ગ્રામ પંચાયતો ની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો લેવા માટે અલગ-અલગ arrow નિમાયા હોવા છતાં પણ તાલુકાની 43 ગ્રામ પંચાયતોની ચૂંટણી  માટે કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના અને સભ્યપદના ઉમેદવારીપત્રો રજૂ થઇ ગયા હોવા છતાં પણ પત્રકારો દ્વારા તેઓનો સંપર્ક કરવામાં આવતાં કેટલાક અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રો ના આંકડા આપવામાં અખાડા કરી રહ્યા છે તેથી આ બાબતે પત્રકારોમાં તેમજ મતદારો માં રોષની લાગણી જોવા મળી રહી છે.

લીમખેડા તાલુકામાં ૩૯ ગ્રામ પંચાયતોની મુદત પૂરી થતાં અને મોટામાળ ગ્રામ પંચાયત તેમજ ખીરખાઈ ગ્રામ પંચાયત સહિત ૨ ગ્રામ પંચાયતોની વિવિધ કારણોસર ખાલી પડેલી પેટા ચૂંટણી સહિત કુલ ૪૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની ચૂંટણી તેમજ મોટા હાથીધરા ગ્રુપ ગ્રામ પંચાયત અને ઉસરા ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ખાલી પડેલી સભ્યપદની પેટાચૂંટણીઓ સહિત કુલ ૪૩ ગ્રામ પંચાયતોમાં આગામી ૧૯મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે તો જે તે દાવેદારો ના સમર્થકો તથા મતદારો કઈ ગ્રામ પંચાયત માં કેટલા ઉમેદવારીપત્રો રજૂ થયા તેની માહિતી મેળવવા માટે કાગડોળે રાહ જોઇને બેઠા છે પરંતુ અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની સમયસર વિગત આપવામાં નહીં આવતા મતદારોમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ઝાલોદ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો

ઝાલોદ તાલુકામાં ૪૮ ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીનું જાહેરનામું પડતાંની સાથે જ તાલુકાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકો ચુંટણીને લઈને અતિ સવેદનશીલ ગણાય છે.તાલુકાની ગ્રામ પંચાયતોના વિભાજન બાદ હવે  ગ્રામ પંચાયતની ચુંટણીની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે.તાલુકાની ૧૦૪ ગ્રામ પંચાયત માંથી 48 ગ્રામ પંચાયતોની ચુંટણી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે.ગ્રામ પંચાયતની ચુંટણીનું બ્યુગલ ફૂંકાતા તાલુકા પંચાયતમાં દાવેદારો સાથે સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી પોતાના પક્ષના સરપંચોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ખાટલા બેઠકો ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે.ચૂંટણી પ્રક્રિયાના ચોથા દિવસે કુલ ૪૮૦ ફોર્મનો ઉપાડ થયો હતો.ત્રીજા દિવસે કુલ ૬૮ ફોર્મ જમા થાય હતા.ચાર ડિસેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ૬ એ ચકાસણી હાથ ધરાશે.અને ૭ ડિસેમ્બરે  ફોર્મ ખેંચવાની તારીખ છે.જયારે ૧૯ ડિસેમ્બરે 48 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે.ચૂંટણીને લઇને પોલીસ વિભાગ દ્વાર પણ તૈયારીઓ કરાઈ હતી.

Most Popular

To Top