Vadodara

APMCના ગોડાઉનમાંથી વધુ 10 લાખનો નશીલો જથ્થો ઝડપાયો

વડોદરા : આયુર્વેદિક સીરપ ની આડમાં બનાવટી વિદેશી દારૂ બનાવતા સૂત્રધાર નિતિન સાથે મહિલાઓ સહિત 12થી વધુ આરોપીઓ સંડોવાયેલા કુવાનું સપાટી પર આવતા ખળભળાટ પહોંચી ગયો છે. ભેજાબાજ નો વધુ ૧૦ લાખનો દારૂનો જથ્થો સયાજીપુરાના ગોડાઉનમાંથી પીસીબીએ કબજે કર્યો હતો…. સાકરદા ની દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આર્યુવેદિક સીરપ ની આડમાં જંગી માત્રામાં દારૂનું ઉત્પાદન કરતા નિતીન કોટવાની તથા બે મહિલાઓ સહિત એક ડઝનથી વધુ આરોપીઓના નામ ખૂલ્યા હતા…

અને આરોપીઓ વિરુદ્ધ 15 કલમો લગાવી ને નંદેશ્વરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો… પીસીબીની સતર્ક ટીમે   તપાસ કરતા સયાજીપુરા સ્થિત APMC માર્કેટ ના ગોડાઉનમાં છુપાવે લો ૧૦. 20 લાખ ના જથ્થા 6850 બોટલ તથા હાઇડ્રોલિક મશીન કબજે કર્યા હતા. તો બીજી તરફ અટકાયત કરેલા આરોપીઓની પૂછતાંછ અને ગોડાઉનમાંથી મળેલા પુરાવા ચકાસતા એ કે ઇન્ડસ્ટ્રીઝ નામે રજિસ્ટર થયેલા ગોડાઉન માલિક તૃપ્તિ પંચાલ હોવાનું જાણવા મળ્યું હતું.

કુખ્યાત સૂત્રધાર નિતીન ઉર્ફે વિક્કી અજીતભાઈ કોટ વાણી સાથે ભાગીદારી કરનાર ભજનલાલ ભુરાભાઈ અને હનુમાન રામ ભક્તરામ બિસનોઈ ની પણ સીધી સંડોવણી જણાઈ હતી બંને રાજસ્થાનના આરોપીઓ દારૂની હીરા ફેરી માં છુટયા બાદ નિતીન સાથે કાળા કારોબારમાં જોડાયા હતા….. તદુપરાંત  સીરપ ઉપર કસ્ટમર કેર ના નંબર માં ભાવનગરના લગ્ધીરસિંહ જાડેજા નામ ના નંબર નો ઉલ્લેખ છે નિતીન નો બનેવી પણ સુનિલ પરીયાણીની સાળા સાથે મીલી ભગત ની સાઠ ગાથ ઉઘાડી પડી ગઇ હતી… ગોરવા ની આશા ચાવડા,, ભાવેશ સેવ કાણી તથા અન્ય વધુ આરોપીઓ પણ હોવાની સંભાવના પીસીબીએ વ્યક્ત કરી હતી.

Most Popular

To Top