Vadodara

કંટ્રોલ પેનલના બાકી પડતાં 29 લાખ ચૂકવવા ઠગબંધુઓએ હાથ ઊચા કર્યા

વડોદરા : કંટ્રોલ પેનલના ઓર્ડર આપતી કંપની સાથે અમદાવાદના બે બંધુઓએ 29 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઇ હતી. વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટીાં રહેતા કમલેશ જશવંતલાલ જયસ્વાલ મકરપુરા જીઆઇડીસીમાં વિરાજ ઇલેક્ટ્રાેનિકનામે કંપની ધરાવે છે. ઇલેક્ટોનિક કંટ્રોલ પેનલ  બનાવવાનું ઉત્પાદન કરતી કંપનીમાં ભાગીદારો તેમના ડિઝાઇન મુજબ 2015માં કંટ્રોલ પેનલ બનાવવાનો ઓર્ડર મેઇલ દ્વારા આપ્યો હતો. બે વર્ષમાં કમલેશભાઇએ 69.29 લાખની કંટ્રોલ પેનલ બનાવીને સપ્લાય કરી હતી.

જેના બદલામાં ભાગીદારો પ્રકાશ બાબુલાલ હરસુરા અને તેના ભાઇ દિપેશ (બંને રહે મકાન નંબર -8,એ, સત્યપથ સોસાયટી, આશાપુરી સોસાયટીની બાજુમાં, ઘોડાસર કેનાલ પાસે, અમદાવાદ) ટુકડે ટુકડે 41.65 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. 2017થી બાકી નિકળતા 29 લાખ રૂપિયા અંગે ફોન દ્વારા વારંવાર ઉઘરાણી કરતા ભાગીદારોએ તમારા રૂપિય અમારે આપી જ દેવાના છે તેવા વાયદા કરીને ગલ્લા તલ્લા કરતા હતા. પાંચ વર્ષ સુધી ફેકટરીના માલિકે માતબર રકમના બીલની ઉઘરણી કરવા છતાં ભેજાબાજ ઠગ બંધુઓની ઠગાઇમાં ઇરાદાને પારખી ગયેલા કમલેશ જયસ્વાલે અખારે કાનૂની પગલુ ભર્યું હતું. માંજલપુર પોલીસે બંને ઠગ આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top