Vadodara

સ્વચ્છતા પાછળ પાલિકા દ્વારા વર્ષે 162 કરોડથી વધુનો ખર્ચ

વડોદરા : દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020માં, દેશમાં વડોદરા નો આઠમો ક્રમાંક આવ્યો હતો. પાલિકા દ્વારા દર વર્ષે સ્વચ્છતામાં 162 કરોડથી વધુ ખર્ચે છે. જેમાં સફાઈ કર્મચારીનો પગાર અને ડોર ટુ ડોરની ગાડીઓ શહેરમાં ફરે છે. જોકે સર્વે જે થયો હતો તે 1થી 28 માર્ચ 2020 દરમ્યાન થયો હતો. એ  કોરોનાની બીજી લહેરનો પિક સમય હતો. ત્યારે નાગરિકો ઘરમાં બંધ હતા. હવે આ સમય દરમિયાન જો સર્વે કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે પાલિકાની પોલ ખુલે.

વડોદરા શહેરની, દેશનાં  100 સ્માર્ટ સિટીમાં પસંદગી કરાઈ છે. છેલ્લાં 25 વર્ષથી વડોદરામાં  ભાજપનું એક-ચક્રી શાસન રહ્યું છે. 1 માર્ચ 2021 થી 28 માર્ચ 2021 માં સ્વચ્છતા સર્વેક્ષણ સર્વે થયો હતો. જે સર્વે આધારે વડોદરા શહેરને 8 મો ક્રમાંક મળ્યો હતો. આ સમયગાળો કોરોનાની બીજી લહેરનો પિક સમય હતો. આ સમયે નાગરિકોએ કોઈ પણ તહેવારો ઉજવ્યા ન હતા. ધંધા રોજગાર, સ્કૂલો, સંસ્થાઓની પ્રવૃત્તિઓ લગભગ બંધ હતી. હોટલ સ્ટેસ્ટોરન્ટ, બેસણા, જાહેર સમારંભ, બાગ બગીચા, થિયેટર, ધાર્મિક સ્થાન, લગ્ન મેળા પર પાબંધી હતી.

મોટા ભાગના લોકો વર્ક ફ્રોમ હોમમાં જવાબદારી નિભાવતા હતા. બહાર ગંદકી થાય તેવું વતાવરણ ન હતું. ડોર ટુ ડોર ગાડી પણ નિયમીતપણે  આવતી ન હતી.પબ્લિક ટ્રાન્સપોર્ટ,  સરકારી કચેરીઓમાં પાલિકા સહિતની કચેરીઓ લગભગ બંધ જેવી હતી.10 કર્મચારી ની સામે 1 કર્મચારી ફરજ પર હતો.કરફ્યુ જેવું વાતાવરણ હતું .મોટા ભાગની કોમર્શિયલ એક્ટિવિટી બંધ હોવાના કારણે કચરો ઓછામાં ઓછો ડીસપોઝ થતો હતો.મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી.બોર્ડર પણ સીલ  હતી. લોકોમાં દહેશતનું વાતાવરણ હતું. કચરાની આવક ઓછી હતી. આ સર્વેનાં સમય ગાળા દરમિયાન શહેરમાં ટુરિસ્ટોની અવર જવર ન હતી.લોકોની ઓછી ચહલ પહલ હોવાના કારણે સાચો સ્વચ્છતાનો રિપોર્ટ નીકળ્યો નથી.

હાલનાં સંજોગોમાં જો સર્વે થાય તો હકીકત બહાર આવે

હાલનાં સંજોગોમાં જો સર્વે થાય તો હકીકત બહાર આવે. મોટા ભાગના જાહેર રસ્તા , સરકારક કચેરીઓ બેંક ,પોલીસ, ઇન્સ્યોરન્સ  કંપની ,વૉર્ડ ઓફિસ ધાર્મિક સ્થાન,  લગ્ન સ્થળ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, ખાણી પીણી બજારોની આજુ બાજુ માં ગંદકી જેસે થે ની પરિસ્થિતિ છે. અમારા સર્વે મુજબ સવાર ના ફક્ત 2 કલાક માટે જ સફાઈ કામદારો પોતાન વિસ્તારમાં કામ કરતા હોય છે તે પછી સફાઈ સેવકો જે તે.વિસ્તારમાં થી ઘર ભેગા થઈ જાય છે. અથવા કેટલાક પ્રાઇવેટ સંસ્થા ,ખાનગી પેઢી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફરજ બજાવે છે.એમના પર કોઈ સુપરવાઈઝીગ થતું નથી. કેટલીજ વૉર્ડ ઓફિસ માં હાજરી નોંધવા માટે આવે છૅ પછી ઘર ભેગા થઈ જાય છે. અમારા સર્વે મુજબ વૉર્ડ કક્ષાએ સેનેટરી ઇન્સ્પેક્ટ, વોર્ડ ઓફિસરો 2 શિફ્ટ માં કામ કરવી શકતા નથી. સવારે 2 કલાકમાં સુપરવીઝનમાં કામ થાય છે.સર્વે જો સવાર માં 2 કલાક 10 સુધી માં કરવામાં આવે તો શહેર સ્વચ્છ.10 પછી સર્વે થાય તો કચેરીઓ કચરો પડતો જાય.8 કલાક દરમિયાન વધારે કચરો રસ્તા ઉપર તથા ડસ્ટબીન અથવા જાહેર રસ્તા પર જોવા મળે છે.શહેર માં જો ડબલ શિફ્ટ માં કામ થાય તો વડોદરા શહેર 1 થી 3 નંબર માં આવે.

શહેરમાં ઇ-રીક્ષા ઉપયોગ અનિવાર્ય

શહેર માં ઇ રીક્ષા ઉપયોગ અનિવાર્ય છે. નાની ગલીઓ માં શેરી પોળ માં ઇ રીક્ષા દ્વારા થતી કામગીરી વખાણવા લાયક છે.ઇન્દોર માં ઇ રીક્ષા સફળ થઈ છૅ. હમેશા પ્રથમ ક્રમાંકે રહેતું ઇન્દોર માં તમામ જાહેર રસ્તા ઉપર નાની મોટી ગલીઓ માં કચરા ના સ્પોર્ટ પર ઇ રીક્ષા નો ઉપયોગ થાય છે. ઇ રક્ષા ના કારણે કામ 5 ગણું ઝડપ થી કામ થાય છે.શહેર ની સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ કચેરીઓ આજુ બાજુ મોટો ઇડસ્ટ્રીઝ, યોગદાન લઈ ઇ રીક્ષા વધારી શકાય.

વડોદરા ને સ્વચ્છ રાખવા માટે પાલિકા રોજનો 43 લાખ ખર્ચ

વડોદરા ને સ્વચ્છ રાખવા માટે પાલિકા રોજ નો 43 લાખ રૂપિયા નો ખર્ચ સફાઈ કામદાર તથા ડોર ટૂ ડોર માટે કરે છે. શહેરના ચાર ઝોનમાં ૧૨ વોર્ડમાં સ્વચ્છ રાખવાનો ખર્ચ 1 વર્ષ માં 120 કરોડ છે જે 5 હજાર થી વધુ સફાઈ કામદાર પગાર ચૂકવાય છે. ડોર ટુ ડોર કચરા ની 303 ગાડીઓ ફરે છૅ તેમાં 35 કરોડના ખર્ચે થાય છે. સેનેટરી ઇન્સ્પેક્ટ, વૉર્ડ ઓફિસર, અસિસ્ટન મ્યુનિસિપલ કમિશનર, વહીવટી પાંખ નો પગાર તથા વહીવતી ખર્ચ ગણવામાં આવ્યો નથી. ઝાડુ બ્રશ વિવિધ પ્રકાર ના સફાઈ સાધનો માટે પરચુરણ ખર્ચે 5 થી 7 કરોડ છે. દર વર્ષે સ્વચ્છતામાં કરોડો રૂપિયા ખર્ચ પાલિકા કરવા છતાં પણ શહેર 8મા ક્રમાંકે આવ્યું હતું.

Most Popular

To Top