Dakshin Gujarat Main

મર્સિડિઝ કારમાં દારૂ પીને જતાં સુરતના કાપડના 3 વેપારી સહિત 4 વલસાડમાં પકડાયા

વલસાડ : વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પરથી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન લક્ઝરી કારમાંથી દારૂ પીધેલી હાલતમાં સુરતમાં વેસ્ટ કાપડનો વેપાર કરતા 3 અને ડ્રાઇવરને ઝડપી પાડી ૩૨૦૦નો દારૂ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ સિટી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલી કે કારમાં દારૂ ભરીને સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી લક્ઝરી મર્સિડીઝ કાર નંબર જીજે ૦૫ આર જે ૩૨૭૬ આવતા જોતા પોલીસે કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા કારમાંથી ડ્રાઇવર સહિત ચાર જણા ઉતર્યા હતા. પોલીસે એમને ચેક કરતા તેઓ પીધેલી હાલતમાં હતા.

તેમની પાસેથી કારમાંથી રૂપિયા ૩૨૦૦ની ઇંગ્લિશ દારૂની ૪ બોટલ મળી આવી હતી. પોલીસે કારચાલક સુરતના વેસુ ઘ લોરેન્સ એપાર્ટમેન્ટમાં રહેતો સંદિપભાઇ, શ્રી રાજબહાદુર દુબે સાથે કાપડના વેપારીઓ સંજય બેચરાજ ડાગા, સુરત ડીંડોલી અંબિકા રો હાઉસમાં રહેતા મોહનભાઈ અર્જુનભાઈ ચૌધરી, સુરતના બારડોલી સિલ્વત સોસાયટીમાં રહેતા શ્રવણરામ ધુકલરામ ચોધરીની ધરપકડ કરી છે. પોલીસે 10 લાખની કાર અને ૩૨૦૦નો દારૂ મળીને કુલ્લે ૧૦.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીટી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top