Gujarat

ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા

અમદાવાદ

અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટુ વ્હીલરની ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મોંઘીદાટ અને સ્પોર્ટ બાઇકની ચોરીના બનાવો વધ્યાં છે, ત્યારે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બાઈક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લઇ 12 જેટલી સ્પોર્ટ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બાઇક કબજે કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને શહેરમાં સ્પોર્ટ બાઈક તેમજ મોંઘીદાટ બાઈકોની ચોરી કરતી ગેંગના આરોપી સુનિલ ગરાસીયા મૂળ રહે, શિરોહી રાજસ્થાન, કૈલાશ ઉર્ફે રોકી રોત મૂળ રહે, ડુંગરપુર રાજસ્થાન, અને વિજય ઉર્ફે વીજુ દેવીલાલ નનોમા મૂળ રહે ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરી તેમની પાસેથી 12 જેટલી સ્પોર્ટ બાઇક જપ્ત કરી છે.

આ ગેંગના હજુ પણ ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરતા એવી ચોકાવનારી હકીકત બહાર આવી હતી કે, છેલ્લા પાંચ મહિનાથી આ લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. પોતાની ગર્લફ્રેન્ડના મોજ શોખ અને ખરીદી કરવા પૈસાની જરૂર હોવાથી બાઇક ચોરવાનો શરૂ કર્યું હતું. સ્પોર્ટ બાઇક જ શા માટે, ત્યારે જાણવા મળ્યુ કે, સ્પોર્ટ બાઈકની રીસેલ વેલ્યુ ખૂબ વધુ આવે છે. આ બાઈકને વેચવાથી સારા એવા પૈસા મળતા હોય છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશ માટે રાજ્યના માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત, AICTEની જોગવાઈ મુજબ B.Sc. અને ડિપ્લોમા વોકેશનલ ધરાવતા ઉમેદવારો પણ લાયક ગણાશે. સરકારી સંસ્થાઓમાં ૫ ટકા બેઠકો માટે દેશભરના વિદ્યાર્થીઓને પણ તક આપવામાં આવશે.

Most Popular

To Top