National

બિહારના પટના રેલવે સ્ટેશન પર અશ્લીલ વીડિયો ચાલવા લાગતા હોબાળો મચી ગયો

પટના: બિહારના પટના રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ટેશન પર હાજર સેંકડો મુસાફરોને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે પ્લેટફોર્મ પર લગાવેલી સ્ક્રીન પર અશ્લીલ વીડિયો પ્લે થયો હતો. આ વીડિયો લગભગ 3 મિનિટ સુધી રેલવે સ્ટેશનની સ્ક્રીન પર ચાલતો રહ્યો. ઘટના રવિવાર સવારની જણાવવામાં આવી રહી છે. 

સ્ક્રીન પર ચાલતા અશ્લીલ વીડિયોને પરિવાર સાથે પ્લેટફોર્મ પર હાજર મુસાફરો શરમમાં મુકાયા હતા. મહિલાઓ મોંઢું છુપાવતી નજરે પડી હતી. આ ઘટનાએ રેલવે અધિકારીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. રવિવારે સવારે 10 વાગ્યે પટના જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જાહેરાતોની જગ્યાએ અશ્લીલ ક્લિપ ચલાવવામાં આવી હતી, જે લગભગ 3 મિનિટ સુધી ચાલી હતી. 

દરમિયાન, ઘણા મુસાફરોએ આ પોર્ન વીડિયોને તેમના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. ઘણા લોકોએ પ્લેટફોર્મ પર વિરોધ કર્યો અને અધિકારીઓને ફરિયાદ કરી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સે હસ્તક્ષેપ કરીને ફૂટેજ અટકાવી દીધા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિઝ્યુઅલ વાયરલ થયા હતા જેમાં યુઝર્સે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ રેલવે મંત્રાલયને ટેગ કર્યા હતા. આ ઘટનાને લઈને યુઝર્સે ભારે હોબાળો મચાવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે પટના રેલવે સ્ટેશનના સ્ક્રીન પર વીડિયો અને ફિલ્મ ચલાવવાની જવાબદારી એક ખાનગી કંપનીને આપવામાં આવી છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓએ આ વીડિયો સ્ક્રીન પર જોયો કે તરત જ તેઓ એક્શનમાં આવી ગયા. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના વીડિયો/ફિલ્મ વગાડતા અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને પ્રસારણ બંધ કરાવ્યું હતું.

પટનાના દાનાપુરમાં હાજર ડીઆરએમ ઓફિસના સત્તાવાર પ્રવક્તા પ્રભાત કુમારે કહ્યું કે અમે ઘટનાની તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, સ્ટેશન પર વિડિયો ચલાવતી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ સાથે કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે આવા કૃત્યને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

Most Popular

To Top