Madhya Gujarat

કુપોષણ સામે લડવા ખોરાકમાં મિલેટ્સનો ઉપયોગ વધારવો જોઇએ

આણંદ : ‘આજના તબક્કે કુપોષણનું સ્તર સુધારવા માટે અને બાળકો કિશોરી તથા સગર્ભા અને ધાત્રી માતાના યોગ્ય રીતે વજન અને ઊંચાઈ થાય જેથી તમામનું પોષણ સ્તર સમયસર સુધારી શકાય અને કુ-પોષણ ઘટાડી શકાય. તેના માટે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર સુધી આ સંદેશો પહોંચાડીને સગર્ભા અને ધાત્રી માતાઓને વધુમાં વધુ મિલેટ્સનો ઉપયોગ કરવો જોઈએ.’ તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગના જોઇન્ટ પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર નેહા કંથારીયાએ આણંદ ખાતે વડોદરા ઝોનના પોષણ પખવાડિયા સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

આણંદ ખાતે વડોદરા ઝોન કક્ષાનો “પોષણ પખવાડિયા અંતર્ગત ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસના ઉપયોગ તથા મિલેટ’ વધુ વપરાશ કરવા અંગે સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના દીપાબહેને મિલેટ્સના પ્રકાર, જરૂરિયાત, તેનું પ્રોડક્શન અંગેની માહિતી આપી હતી. તેવી જ રીતે ડો.બીનીતાએ મિલેટ્સમાં રહેલા પોષક તત્વો, તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અને તેનો ઉપયોગ કરીને પોષક મૂલ્ય વધારે કેવી રીતે બનાવી શકાય તેની સવિસ્તાર સમજ આપી હતી. યુનિસેફ કન્સલ્ટન્ટ દાહોદના હેતવી શાહએ ગ્રોથ મોનિટરિંગ વિષય ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રેઝન્ટેશન તથા પ્રકટીકલ દ્વારા સમજ આપવામાં આવી હતી.

વડાપ્રધાન દ્વારા 8મી માર્ચ 2018ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજસ્થાનના જૂનજુન ખાતેથી પોષણ અભિયાનની શરૂઆત રાષ્ટ્રીય પોષણ મિશન એક મિશન મોડથી કરવામાં આવી હતી. આ અંતર્ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન પોષણ માસ અને માર્ચ માસ દરમિયાન પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ આ સમય દરમિયાન કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે સોમવારના રોજ પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય ઝોનલ કક્ષાના સેમિનારનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં આણંદ,  ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્ય અને વડોદરા શહેરી વિસ્તારના તમામ જિલ્લા કોઓર્ડીનેટર, પૂર્ણા કન્સલ્ટન્ટ, રિજનલ પૂર્ણા કન્સલ્ટન્ટ, મહિલા બાળ વિકાસ અધિકારીઓને ઇન્ટરનેશનલ મિલેટ યર નિમિત્તે ખાસ તાલીમ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ મિલેટ યર નિમિત્તે વિવિધ પ્રકારના મિલેટ્સ, તેનું પોષણ સંબંધી મહત્વ, રોજ રોજના વપરાશમાં મિલેટ્સનો ઉપયોગ વિશેની જાણકારી આપી કુપોષણ ઘટાડવા માટે ગ્રોથ મોનિટરિંગનું મહત્વ ગ્રોથ મોનિટરિંગ કરવા માટેના સાધનોનો ઉપયોગ વિશેની સમજ આપવામાં આવી હતી.

Most Popular

To Top