National

દેશમાં વધુ 3293 મોત સાથે કોરોનાથી કુલ મોત 2 લાખને પાર

નવી દિલ્હી: ભારત (INDIA)માં એક જ દિવસમાં કોરોના(CORONA)ના નવા રેકોર્ડ 360960 કેસો નોંધાતા કુલ કેસો(TOTAL CASE)નો આંકડો 17997267 થયો છે જ્યારે વધુ 3293નાં મોત (DEATH) સાથે કુલ મરણાંક બે લાખને પાર થયો હતો એમ આજે સવારે 8ના અપડેટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ રોગથી સાજા થયેલાની સંખ્યા 1,48,17,371 થઈ છે જ્યારે મૃત્યુ દર 1.12% છે.

સક્રિય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે હવે વધીને 29,78,709 થયા છે જે કુલ કેસોના 16.55% થાય છે. રિકવરી રેટ વધુ ઘટીને 82.33% થયો છે. કુલ મોતનો આંકડો હવે 2,01,187 થયો છે. દેશમાં કોરોનાના કુલ કેસો 7મી ઑગસ્ટે 20 લાખને પાર, 19મી ડિસેમ્બરે એક કરોડને પાર અને 19મી એપ્રિલે દોઢ કરોડને પાર થયા હતા.

આઇસીએમઆરના જણાવ્યા મુજબ 27મી સુધીમાં કુલ 28,27,03,789 સેમ્પલ્સ ટેસ્ટ થયા હતા અને મંગળવારે કુલ 17,23,912 ટેસ્ટ્સ થયા હતા. 3293 મોતમાં મહારાષ્ટ્રના 895, દિલ્હીના 381, યુપીના 264 અને ગુજરાતના 170 મોતનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલય સતત એમ જ કહે છે કે અમારા આંકડા આઇસીએમઆર સાથે મેળવાઇ રહ્યા છે અને રાજ્યવાર આંકડાઓ વધુ ચકાસણી અને ગણતરીને આધીન છે.
કુલ 2 લાખથી વધુ મોત
રાજ્ય કુલ મોત
મહારાષ્ટ્ર 66179
દિલ્હી 15009
કર્ણાટક 14807
તમિલનાડુ 13728
યુપી 11678
પ..બંગાળ 11082
પંજાબ 8630

કોરોનાથી નવાં મોતમાં 78% મોત દસ રાજ્યોમાં
દેશમાં કોરોનાથી એક જ દિવસમાં મોત થયાં એનાં 78.53% મોત મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપી સહિતના દસ રાજ્યોમાં થયાં છે એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. 3293 મોત દેશમાં એક જ દિવસમાં થયેલાં અત્યાર સુધીનાં સૌથી વધારે મોત છે. આ દસમાંથી અન્ય રાજ્યો છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ છે.

બે લાખથી વધુ મોત મામલે ભારત ચોથો દેશ
કોરોનાથી બે લાખથી વધારે મોત થયા હોય એવો ભારત ચોથો દેશ છે. અમેરિકામાં સૌથી વધારે 5.87 લાખ, બ્રાઝિલમાં 3.95 લાખ અને મેક્સિકોમાં 2.15 લાખનાં મોત થયાં છે.

Most Popular

To Top