SURAT

IPLની તર્જ પર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સુરત પ્રીમિયર લીગનો જંગ જામશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તર્જ પર SDCAની સુરત પ્રીમીયર લીગ T20 ચેમ્પિયનશીપનો 18 માર્ચથી શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પ્રારંભ થશે. આ સ્પર્ધામાં ગુજરાત વતી રણજી ટ્રોફી રમેલા અને રમી રહેલાં 40 જેટલાં ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓને રમવાની તક મળશે. IPLની તર્જ પર સુરત ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા કુલ 8 ટીમોમાં 176 યુવા ખેલાડીઓની પસંદગી હરાજી સિસ્ટમથી કરવામાં આવી છે. આ T-20 ટુર્નોન્ટમાં પ્રત્યેક ટીમમાં સુરતના 17 અને ગુજરાતના 5 ખેલાડીઓને રમવાની તક મળશે. પ્રત્યેક ટીમને 22 ખેલાડી પસંદ કરવાની તક અપાઇ છે. તેમાં સુરતના વતની એવા તમામ રણજી ટ્રોફી રમતાં યુવા પ્લેયરોને જુદી જુદી ટીમોમાં વહેંચવામાં આવ્યા છે.

એવી જ રીતે ગુજરાતની રણજી ટીમમાં સુરત સિવાયનાં GCAનાં જિલ્લાના વતની એવા રણજી ખેલાડીઓ પણ યુવા ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. ગુજરાતનાં નામાંકિત રણજી ખેલાડીઓ અને GCA નાં એરિયામાં ક્રિકેટ રમતી પ્રતિભાઓને આ ટુર્નામેન્ટથી ચમકવાની તક મળશે. આ સ્પર્ધા સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંક પુરસ્કૃત સુરત પ્રિમિયર લિગ – 2023 તરીકે ઓળખાશે. 9 એપ્રિલ સુધી લિગ મેચો ઉપરાંત ત્રણ પ્લેઓફ મેચ અને એક ફાઈનલ સહિત 33 મેચ રમાશે. GCAની અંડર-19, અંડર-21 અને અંડર-25 ઉપરાંત રણજી મેચ રમતાં સ્ટાર ખેલાડીઓ સુરતને આંગણે રમતા જોવા મળશે. સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનનાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પર ખેલાડીઓનું ડ્રાફ્ટ સીલેકશન કરવામાં આવ્યું હતું.

GCAના નેજા હેઠળ આવતા સુરત સિવાયના અન્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ,ખેડા, આણંદ, ગાંધીનગર, વલસાડ, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા દમણ, દાદરા નગર હવેલીમાંથી પસંદ કરવામાં આવી હતી. જ્યારે સુરતના 17 ખેલાડીઓ દરેક ટીમમાં રમી શકશે. દરેક ટીમ એકબીજા સામે લીગ મેચ રમશે તેમજ લીગ મેચના અંતે પ્લેઓફ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં YOU TUBE પર તમામ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે ઉપરાંત ગુજરાતમિત્ર દૈનિકના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ અને ક્રિક હિરોસ સહિત કુલ 4 પ્લેટફોર્મ પર આ મેચોનું લાઈવ પ્રસારણ થશે. પ્રેક્ષકો માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે.

  • SPLની 8 ટીમો અને તેના ઓનર્સ
    બલ્યુ વોરીયર્સ – મિતુલ શાહ,ગૌતમ બુચા, અંકુર શાહ & ગૌરવ સલુજા
  • સુરત સ્ટ્રાઈકર્સ – ધવલ શાહ & વિકી દેસાઈ
  • સુરત ઓલ સ્ટાર – ગુંજન પટેલ & બોની પટેલ
  • ડુમ્મસ ઇલેવન – ભાવિક પટેલ & વિશ્વા પટેલ
  • શ્રી સ્પોટ્સ ક્રિકેટ એકેડેમી – એસ.કે સિંગ & રાકેશ પંચોલી
  • પાર્થ ટેક્સ – પાર્થ ડોંડા,સિદ્ધાર્થ ચોવડીયા & યશ પટેલ
  • પટેલ સ્પોર્ટ્સ એસોસિએશન – યોગેશ પટેલ & ચેતન પટેલ
  • સુરત ટાઈટેન્સ – ધર્મેશ પટેલ & મેહુલ પટેલ Lની 8 ટીમો અને તેના ઓનર્સ
  • બલ્યુ વોરીયર્સ – મિતુલ શાહ,ગૌતમ બુચા, અંકુર શાહ & ગૌરવ સલુજા
  • સુરત સ્ટ્રાઈકર્સ – ધવલ શાહ & વિકી દેસાઈ
  • સુરત ઓલ સ્ટાર – ગુંજન પટેલ & બોની પટેલ
  • ડુમ્મસ ઇલેવન – ભાવિક પટેલ & વિશ્વા પટેલ
  • શ્રી સ્પોટ્સ ક્રિકેટ એકેડેમી – એસ.કે સિંગ & રાકેશ પંચોલી
  • પાર્થ ટેક્સ – પાર્થ ડોંડા,સિદ્ધાર્થ ચોવડીયા & યશ પટેલ
  • પટેલ સ્પોર્ટ્સ એસોસિએશન – યોગેશ પટેલ & ચેતન પટેલ
  • સુરત ટાઈટેન્સ – ધર્મેશ પટેલ & મેહુલ પટે

Most Popular

To Top