Comments

વડા પ્રધાનનો બીજો કાર્યકાળ અસફળતાઓ અને સંપૂર્ણ નિષ્ફળતાઓથી ભરેલો રહ્યો છે

અજેય ન હોવાથી અને યોગ્ય કારણ સાથે વડા પ્રધાનને રાજકીય રીતે પ્રભાવશાળી તરીકે જોવામાં આવે છે.
જો કે, એ નોંધવામાં આવ્યું નથી કે, એજેન્ડા અથવા શાસનના પક્ષમાં તેમનો બીજો કાર્યકાળ અસફળતાઓ અને ત્યાં સુધી કે સંપૂર્ણ નિષ્ફળતાઓથી ભરેલો રહ્યો છે. અર્થતંત્ર પર, જીડીપી વૃદ્ધિ 2019 પહેલાં નરમ પડવા લાગી હતી, જ્યારે 3.7% હાંસલ કરવામાં આવી હતી. 2020માં કોવિડ અને ખાસ કરીને રાષ્ટ્રીય લોકડાઉને 40 વર્ષમાં પ્રથમ વખત ભારતને નકારાત્મક વૃદ્ધિ તરફ ધકેલી દીધું હતું.

જો આપણે નીચા આધારને કારણે વિકૃત થયેલ ડેટાને બાજુ પર રાખીએ તો વર્તમાન વૃદ્ધિઆંક 4% પર પાછો ફર્યો છે, જે હવે સામાન્ય લાગે છે. રોજગાર પર, 2019ની ચૂંટણી પહેલાં એક સરકારી સર્વેક્ષણ દર્શાવે છે કે, બેરોજગારી બમણી થઈને 6% થઈ ગઈ હતી અને ત્યારથી તે તેનાથી ઉપર રહી છે. એક અન્ય સરકારી સર્વે અનુસાર, છેલ્લા ક્વાર્ટરમાં તે 7%થી વધુ હતી. જે એમ પણ કહે છે કે, કોલેજની ડિગ્રી ધરાવતા 30 વર્ષથી ઓછી ઉંમરનાં યુવાનો માટે બેરોજગારી 29% હતી. આ વર્ષે ભારત વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બનશે, પરંતુ ત્યાં કોઈ ડેમોગ્રાફિક ડિવિડન્ડ નહીં હોય.

કોવિડ પર, ભાજપે ફેબ્રુઆરી 2021માં એક ઠરાવ પસાર કર્યો. જેમાં રોગચાળાને પરાજય આપવા બદલ મોદીનો આભાર માનવામાં આવ્યો હતો. થોડાં અઠવાડિયાં બાદ બીજી લહેરનાં ભયાનક દૃશ્યોમાં તબીબી સંભાળ અથવા ઓક્સિજન અથવા પથારી વિના મૃત્યુ પામેલાં લોકોએ ભારતને વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાષ્ટ્ર ન હોય તો પણ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંના એક તરીકે જાહેર કર્યું હતું. સ્મશાન અને નદીઓ પણ લાશોથી છલકાઈ ગઈ હતી. એ સારી રીતે જાણકારી નથી કે, 25 એપ્રિલથી મોદી 20 દિવસ સુધી ગાયબ થઈ ગયા હતા, ક્યાંય જાહેરમાં દેખાયા નહીં. ભાજપની વેબસાઇટ પરથી ઠરાવ કાઢી નાખવામાં આવ્યો હતો. મોંઘવારી પર, પેટ્રોલિયમની કિંમતો સાથે ભારતને જે નસીબ હતું તે સમાપ્ત થઈ ગયું અને 100 રૂપિયાનું પેટ્રોલ આવી ગયું. રીટેલ ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહનશીલતા સીમાથી ઉપર છે, પરંતુ તેના પર લગામ લગાવવાના કોઈ સારા રસ્તાઓ દેખાતા નથી.

2020માં ભાજપ સરકારની અલિખિત રાષ્ટ્રીય સુરક્ષા થીસિસને રદ કરવી પડી. કાશ્મીર અને પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીથી સરકારને લદ્દાખ અને ચીન તરફ જવાની ફરજ પડી હતી. ચાર ડિવિઝન (દરેકમાં 18,000 સૈનિકો સાથે) પાકિસ્તાનનો સામનો કરવાથી હટાવીને ચીનમાં ખસેડવામાં આવ્યા. સંસદને હજી એ જણાવવાનું બાકી છે કે શું એ સાચું છે કે નહીં કે, ભારતીય સેના હવે લદ્દાખના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકશે નહીં. ત્રણ વર્ષથી આ અંગે ન તો સૈન્ય બ્રીફિંગ થઈ છે કે ન તો સંસદીય ચર્ચા થઈ છે અને રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર એક ભાજપના સાંસદના પ્રશ્નને પણ નામંજૂર કરવામાં આવ્યો છે.

નાગરિક સમાજના વિરોધે મોદીના એજન્ડાના કેટલાક એજન્ડા પર પાણી ફેરવી દીધું, જેમાંથી એક પાર્ટીના મેનિફેસ્ટો પર હતો. આ નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર હતું, જે આસામમાં કર્યા બાદ દેશભરમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવનાર હતું. જો કે, એવું થયું નહીં. આસામ એનસીઆરએ 31 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત યાદીમાં 19 લાખ નામોને છોડી દેવાયાં અને તેના પર કોઈ સ્પષ્ટતા નથી થઈ કે તેનો કેવી રીતે, ક્યારે અમલ થશે. તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. કારણ કે, રાજ્યની ભાજપ સરકાર અનિચ્છા ધરાવે છે. નાગરિકતા સંશોધન કાયદો ડિસેમ્બર 2019માં પસાર થયો હતો, પરંતુ ત્રણ વર્ષ અને ત્રણ મહિના પછી પણ તેનો અમલ થયો નથી.

તેનું એક કારણ મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ બહાદુર વિરોધ છે.
રોગચાળા દરમિયાન વટહુકમ દ્વારા પરામર્શ વિના પસાર કરાયેલા કૃષિ કાયદાઓને મોટા સુધારા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતો અસંમત થયા અને બળવો કર્યો. તે દરેક માટે સ્પષ્ટ હતું કે એક વાર જ્યારે કિસાન યુનિયનો એકત્ર થઈ જશે અને હજારોની સંખ્યામાં દિલ્હી પહોંચશે ત્યારે કાયદાઓ પડી ભાંગશે. જો કે, એક વર્ષ સુધી તેઓને રસ્તા પર રાખવામાં આવ્યા હતા અને નવેમ્બર 2022માં વડા પ્રધાનની માફી સાથે કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ખેડૂતોની આવક બમણી કરવાની હવે કોઈ વાત નથી. સીએએને લાગુ કરવામાં નિષ્ફળતા અને કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા બાદ સરકારે ‘સુધારાઓ’ છોડી દીધા. તેણે વસ્તીગણતરી હાથ ધરવાનું કામ પણ છોડી દીધું છે.

એક સદીમાં પ્રથમ વખત આવું બન્યું છે.ભાજપની રાજ્ય સરકારો દ્વારા અલ્પસંખ્યકો પર અત્યાચાર ચાલુ રહ્યો, જેણે આંતરધાર્મિક લગ્ન અને ગૌમાંસ રાખવાના અપરાધીકરણ માટે વધુ કાયદાઓ રજૂ કર્યા. હરિયાણામાં ડિસેમ્બર 2021માં ફાળવવામાં આવેલા વિસ્તારોમાં શુક્રવારે નમાજ પઢવાની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હતી. ફેબ્રુઆરી 2022માં કર્ણાટક દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ રાજ્યમાં ચર્ચો પર સતત હુમલા થયા હતા. કાશ્મીરને રાજ્યનો દરજ્જો હટાવીને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ વડા પ્રધાન પાસે કોઈ યોજના હોય તેવું લાગતું નથી. આજે કાશ્મીર એ દક્ષિણ એશિયાનો એકમાત્ર ભાગ છે, જે લોકશાહી શાસન હેઠળ નથી. તે સ્પષ્ટ નથી કે આગામી ચૂંટણી ક્યારે થશે અને ભારે સૈન્ય તૈનાત કરવા સિવાય શું યોજના છે.

છેલ્લે ભ્રષ્ટાચાર પર, અદાણી મામલાને કારણે જાન્યુઆરીના અંતથી ભાજપ બેકફૂટ પર છે. પક્ષનું મૌન, અબજોપતિનો ખુલ્લેઆમ બચાવ ન કરવાનો તેનો નિર્ણય. સંસદમાં આ મામલાને સંબોધવાનો તેનો ઇનકાર અને ધ્યાન ભટકાવવા પર ધ્યાન આપવું એ આપણને સંકેત આપે છે કે તે પરેશાન છે. કદાચ વડા પ્રધાનને આશા છે કે વાર્તા આપમેળે ખતમ થઈ જશે. કમનસીબે, આરોપોની પુષ્ટિ કરતાં લગભગ દરરોજ તાજા સમાચારોએ વૈશ્વિક સ્તરે વાર્તાને જીવંત રાખી છે અને બજારોને ભારતીય મિડિયાની જેમ કાબૂમાં કરી શકાતા નથી. અદાણી પર એજન્સીઓને સક્રિય ન કરવાનો અર્થ એ છે કે ‘ના ખાઉંગા ના ખાને દૂંગા’ના ભવિષ્યના દાવાઓને શંકા સાથે પૂરા કરવામાં આવશે.

રાજકીય રીતે ભાજપ મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મોટી વિધાનસભાઓ કબજે કરવામાં સક્ષમ હતું અને તાજેતરમાં ઉત્તર પૂર્વમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે બિહાર અને સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં 2021માં બંગાળમાં ચૂંટણીમાં હારી ગયું.
એકંદરે બીજા કાર્યકાળની રેકોર્ડ છબી અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે. ઇમેજ, ખાસ કરીને મિડિયા અને સોશ્યલ મિડિયા પર એવી વ્યક્તિની છે જે તેની શક્તિની ચરમ પર છે અને અજેય છે. શાસનની વાસ્તવિકતા એ છે જેમને વસ્તુઓનો અમલ કરવામાં મુશ્કેલી પડી છે અને આગળ શું કરવું તે વિશે અચોક્કસ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top