SURAT

મેટ્રોના ખાડા પર પુલ બનાવી લોકો વાહન દોડાવવા લાગ્યા, વરાછાના વીડિયોએ આશ્ચર્ય સર્જયું

સુરત(Surat) : છેલ્લાં કેટલાંય સમયથી શહેરમાં મેટ્રો રેલ (MetroRail) માટે કામગીરી ચાલી રહી છે, જેના લીધે ઠેરઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે, જેથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક ઠેકાણે ઘર, દુકાનની બહાર જ ખાડા ખોદવામાં આવ્યા હોય લોકોને પોતાના ઘર-દુકાનોમાં જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવું જ કંઈક વરાછાના માતાવાડી વિસ્તારમાં બન્યું હતું. અહીં મેટ્રોના કોન્ટ્રાક્ટરે ખાડો ખોદયા બાદ પુરવારનું ભૂલી ગયો હતો. વરાછાના લોકો પણ કોઈને ગાંઠે એમ નથી. ખાડા પર જ વરાછાના લોકોએ પુલ બનાવી અવરજવર શરૂ કરી દીધી.

વરાછા માતાવડી વિસ્તારની ડાહ્યાપાર્ક વર્ષા સોસાયટીમાં મેટ્રોની કામગીરી વચ્ચે પાણીની લાઈન લીકેજ થયા બાદ ખોદવામાં આવેલા ખાડા ઉપર લોખડની પ્લેટ મૂકી લોકો અવર-જવર કરવા મજબુર બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે.

સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું કે ખોદકામ બાદ પુરાણ કરવામાં આવ્યું નથી, રોડ નું પુરાણ નહીં થતા લોખંડની પ્લેટ હવે પુલના રોડનું કામ કરી રહી છે. લોખંડની પ્લેટના સહારે વાહન ચાલકો રોડ પરથી પસાર થવા મજબુર બન્યા છે. આ દરમ્યાન કોઈ આકસ્મિક ઘટના બને તો તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે.

લોકોએ કહ્યું હતું કે આ માત્ર એક સોસાયટી પૂરતી વાત નથી. આખા સુરતમાં ખાડા ખોદી કઢાયા છે. વાહન ચાલકો કમર તોડી ને વાહન ચલાવવા મજબુર બન્યા છે. પાલિકા ને મેટ્રોના કોન્ટ્રાકટર નું કામ ગમે છે પણ કમર તોડ ખાડા દેખાતા નથી, સવાર પડતા જ લોકો વાહન ચલાવવાની સાથે માનસિક તણાવ પર લઈ રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે સમસ્યા એટલી બધી છે કે રજુઆત કરવા જઈ એ તો વર્ષો લાગી જાય. મેટ્રોના કામ દિવસ દરમિયાન રસ્તા ઉપર ક્રેઇન મૂકીને કરવામાં આવે છે. કામકાજના સમય દરમિયાન ત્રાફિક જામ થઈ જતું હોવાનું સ્પષ્ટ દેખાતું હોવા છતાં પાલિકા મૂંગુ પ્રાણી બની જાય છે. વિકાસ ની યાત્રામાં જોડાવવા ની તૈયારીઓ કરીએ કે વિનાશ ની યાત્રામાં જોડાય ગયા છીએ એ જ સમજાતું નથી.

Most Popular

To Top