Vadodara

આંતરરાજ્ય દારૂનું નેટવર્ક ચલાવતી બિશ્નોઈ ગેંગનો PCBએ ખાત્મો કર્યો

વડોદરા : શહેરની મુખ્ય અને મોટા પ્રમાણમાં આંતરરાજ્ય દારૂના નેટવર્ક ચલાવતી બીશ્નોઈ ગેંગના મુખ્યસુત્રધારથી લઈ નીચે સુધી આખે આખી લીંકને ઉજાગર કરી તેનો નાશ કરવા સુધી પીસીબીના PI જે.જે.પટેલ સહિતની ટીમે ખુબ પ્રશસનીય કામગીરી કરી છે. બિશ્નોઈ ગેંગની લીંક હરિયાણા, દિલ્હી તથા ગોવા સુધી અડતી હતી. જે ગેંગના કુલ 29 સુત્રઘારની ઓળખ કરી બે મહિના કરતા પણ ઓછા સમયમાં 14 જણાને ઝડપી પડાવામાં આવ્યા હતા. જોકે હવે પીસીબી તે પુરે પુરી લીંક મુળથી નાશ કરવા તરફ આગળ વધી રહી છે.

શહેરમાં ગુના નિવારણનું કામ કરતી સ્કોર્ડ પીસીબી જે સીધે સીધુ પોલીસ કમિશ્નરના સુચન હેઠળ કામ કરે છે. વર્ષ 2021ની શરૂઆતથી જ વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકેનો કાર્યભાર ડૉ.શમશેરસિંઘે સંભાળ્યો હતો. નોન કરપટેડ અને કાયદા હેઠળ આવતા બધા કામમાં કડક કાર્યવાહી કરવા માટે ઓળખાતા ડૉ.શમશેરસિંઘે આવતા જ દારૂ, જુગાર વગેરેની પ્રવૃતિને અટકાવવા પીસીબની ટીમને કડક સુચના આપી દિધી હતી. જોકે આ અગાઉ વર્ષ 2020 ડીસેમ્બર મહિનાથી પીસીબી શાખાના પીઆઈ તરીકે જે.જે.પટેલની નીમણુક થઈ હતી.

ત્યારે ટેનોક્રેટ તરીકેની પણ ઓળખ ધરાવતા ડૉ.શમશેરસિંઘેના માર્ગદર્શનથી જે.જે.પટેલ દ્વારા તેમની ટીમને સાથે રાખી શહેરમાં મોટા પ્રમાણમાં ગુના નિવારણનું કામ કર્યુ છે.વડોદરા શહેરમાં મોટા પ્રમાણમાં દારૂનું નેટવર્ક ખુબ ધમધમતુ હતું. ત્યારે આ દરમિયાન સ્ટેટ વિજિલન્સ દ્વારા માંજલપુર વિસ્તારમાં દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યુ હતું. જોકે તેની તપાસ ખુબ ચાલી પરંતુ થોડા સમયમાં એ સાઈડ ટ્રેક થઈ ગયુ હતું. ત્યારે તેની તપાસ PCBને આપવામાં આવી હતી. CP ડૉ.શમશેરસિંઘેના ટેક્નીકલ સહિતના માર્ગદર્શનથી PCB PI જે.જે.પટેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને 15 દિવસ જેટલા સમયમાં જ દારૂનું નેટવર્ક બિશ્નોઈ ગેંગ ચલાવતી હોવાનું સપાટી પર આવ્યુ હતું. અને ત્યારે તેના મુખ્ય આરોપી ઘેવરચંદ બિશ્નોઈને તેના સાગરીતો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અને તે તપાસમાં કુલ 29 જણાની ઓળખ કરી લેવામાં આવી હતી. જેમાંથી હજી સુધી 14 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે. તેમજ અન્ય આરોપીઓની ખોજ હાલ ચાલી રહી છે.

PCB ગુનાના મુળ સુધી પહોંચી તેનો નાશ કરવામાં માને છે
જ્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ પકડાય છે. ત્યારે તે ગુનો નોંધી ત્યાં જે તેને રફેદફે કરી દેવામાં આવે છે. પરંતુ PCB જ્યારે કોઈ કામ હાથમાં લે છે. ત્યારે તે ગુના ડીટેક્ટ તો કરે છે. પરંતુ તે ગુનો ફરી ચાલુ ન થાય તેને ધ્યાને લઈ તેના મુળ સુધી પહોંચી તેનો નાશ કરવામાં માને છે. ત્યારે શહેરમાં મોટા પ્રમાણ દારૂનુ નેટવર્ક ચલાવતી આંતરરાજ્ય બિશ્નોઈ ગેંગનો કેસ PCBએ હાથમાં લેતા તેના મુખ્ય સુત્રધાર સુધી પહોંચી તેની પુરે-પુરી લીંક ઉજાગર કરી તોડી નાખી છે.

બિશ્નોઈ ગેંગના એક બાદ એક પાસા ખોલી ઉજાગર કર્યા!
બિશ્નોઈ ગેંગના દારૂના નેટવર્કની તપાસમાં PCB ગુનાના મુળ સુધી પહોંચી હતી. અને તેના મુખ્ય સપ્લાયર સહિત ફાઈનાન્સર, આંગડીયાનો હિસાબ રાખનાર, હરિયાણા તેમજ ગોવાથી દારૂ મોકલનાર ઉપરાંત મુખ્ય સ્પલાયરના ત્યાં રહી ધંધો સંભાળનારની ઓળખ કરવામાં આવી હતી. આ ઉપરાંત  વડોદરા શહેરમાં સપ્લાયર પાસેથી દારૂ લેનાર ઇસમો અને તેમની પાસેથી દારૂ લેનાર વડોદરા શહેરના નાના-નાના બુટલેગરોની પણ ઓળખ કરી તેના મુળ સુધી પહોંચી પીસીબી દ્વારા તેમને ખુલ્લા પાડવામાં આવ્યા છે. ત્યારે કુલ 29 જણામાંથી 14 જણાને પકડી લેવામાં આવ્યા છે.

PCB PI જે.જે.પટેલની એક વર્ષ સમયમાં 185ની જુદી-જુદી કામગીરી
ફાર્મીસમાં માસ્ટરનો અભ્યાસ કરનાર અને પોલીસ વિભાગમાં સ્વચ્છ રેકોર્ડ ધરાવતા PI જે.જે.પટેલને વર્ષ 2020ના ડીસેમ્બર મહિનામાં PCBના PI તરીકે નિમણુક કરવામાં આવ્યા હતા. ત્યારે જ તેમના સયમ ગાળામાં શહેરના પોલીસ કમિશ્નર તરીકે ડૉ.શમશેરસિંઘે કાર્યભાર સંભાળ્યો હતો. જોકે CPના સીધા માર્ગદર્શન હેઠળ જે.જે.પટેલે શહેરમાં એક વર્ષ જેટલા સમયમાં 63થી પણ વધુ પ્રોહિબીશનના ગુના નોંધ્યા હતા. તેમજ 49થી વધુ જુગારના ગુના ઉપરાંત 29થી પણ વધુ જુદા-જુદા ગુના ડીટેક્ટ કર્યા છે. ત્યારે તેમની કામગીરીનો રેકોર્ડ કેસ ડિટેક્ટ,કેસ નોંધવા વગેરે સહિતના 185થી પણ ઉપરાંતનો છે.

કેવી રીતે PCBએ દારૂની આખી લીંક તોડી દીધી
પીસીબીની ટીમે બિશ્નોઈ ગેંગનો કેસ હાથમાં લેતા જ તેઓના મુખ્યસુત્રધાર સહિતની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કુલ 4 ટીમે ભેગા મળી એક પછી એક ડેટા બેસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે એ સાથે અલગ અલગ સોર્સો જેમકે હ્યુમન સહિત ટેકનિકલ સોર્સ પણ કામે લગાડ્યા હતા. ત્યારે જ ગેંગનો મુખ્ય આરોપી ઘેવરચંદ પકડાઈ ગયો હતો. જોકે જ્યારે ઘેવરચંદ પકડાઈ જતા પીસીબી માટે આગળની કામગીરી ઘણી સહેલી તો હતી પરંતુ ઘણા પાસા ઉપર ખુબ કામ કરવાનું હતું. ત્યારે ઘેવરચંદ સહિતના આરોપીઓની પુછપરછ તેમજ મુળ સુધી પહોંચવાના ધ્યેયમાં પીસીબીએ ઉપરથી નીચે સુધીના એક પછી એક 29ની ઓળખ કરી 14 જણાને ઝડપી પાડ્યા હતા. ત્યારે હજુ 15 આરોપીઓને પકડવાના બાકી છે.

Most Popular

To Top