National

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના OSDને મોતની ધમકી, નક્સલવાદીઓએ લાલ શાહીથી પત્ર મોકલ્યો

મહારાષ્ટ્ર: જ્યારથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમને ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઢચિરોલીના સંરક્ષણ મંત્રી (Guardian Minister) હોવાના કારણે તેઓ સતત નક્સલવાદીઓના(Naxalites) નિશાના(target) પર રહે છે.આ વખતે ગઢચિરોલીમાં(Gadhchiroli) થતા વિકાસને(development) અવરોધવા નક્સલવાદી સંગઠને CM એકનાથ શિંદેના OSD (Officer on Special Duty) ડો.રાહુલ ગેઠેને ધમકી ભર્યો પત્ર (threatening letter) મોકલ્યો છે. નક્સલવાદી જિલ્લા ગઢચિરોલીમાં વિકાસ કાર્યોને ઝડપી બનાવવાની જવાબદારી તેમની પાસે હોવાથી નક્સલવાદીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. નક્સલવાદીઓએ તેમના પત્રમાં કહ્યું છે કે તેમના (ડૉક્ટર)ના મૃત્યુની ઘોષણા થઇ ચુકી છે.

ફિલ્મી ઢબે મોકલ્યો લાલ શાહીથી લખેલો પત્ર
નક્સલવાદીઓએ ફિલ્મી ઢબે ડો.રાહુલના ઘરે લાલ શાહીથી લખેલી ધમકીઓથી ભરેલો પત્ર મોકલ્યો છે. ડો.રાહુલ છેલ્લા 5 વર્ષથી સીએમ શિંદેના OSD તરીકે ફરજ બજાવે છે. જ્યારે સીએમ શિંદે ગઢચિરોલી જિલ્લાના ગર્જિયન મિનિસ્ટર હતા ત્યારે ડૉ.રાહુલે ત્યાં અનેક વિકાસ કાર્યો કર્યા હતા. નક્સલવાદી સંગઠને સીએમ એકનાથ શિંદેના OSD ડૉક્ટર રાહુલ ગેઠેને મારી નાખવાની ધમકી આપી છે. નોંધનીય છે કે આ પહેલા માઓવાદીઓએ સીએમ શિંદેને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

નક્સલવાદીઓને ખટકે છે ગઢચિરોલીનો વિકાસ
નક્સલવાદી સંગઠનો ગઢચિરોલીના ગામડાઓ સુધી રસ્તા, શાળા, વીજળી, મેડિકલ હેલ્થ સેન્ટર વગેરે જીવન જરૂરિયાતની અને આધુનિક સુવિધાઓ પહોંચે એ નથી ઇચ્છતા. શિંદે સીએમ બન્યા પછી ગઢચિરોલીના વિકાસની યોજનાઓ બનાવી અને રાજ્યની પોલીસને માઓવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાનું સૂચન કર્યું હતું, જેથી તેઓ સતત નક્સલવાદીઓના નિશાના પર રહ્યા છે. વિકાસના તમામ કામો કરાવવાની જવાબદારી ડો.રાહુલની છે જેથી નક્સલવાદીઓએ ડૉ.રાહુલને ધમકીભર્યો પત્ર મોકલ્યો છે.

નક્સલીઓએ પત્રમાં શું લખ્યું હતું?
નક્સલવાદીઓએ પત્રમાં લખ્યું છે કે એકનાથ શિંદેના ઓફિસર ડૉ.રાહુલ ગેઠે ગઢચિરોલીમાં બહુ ઉડી રહ્યા છે અને અમને (નક્સલવાદીને) ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે જલ્દી જ અમારા ભાઈઓનો બદલો લેશું. તેમના ( ડૉ.રાહુલ ગેઠે) મૃત્યુની ઘોષણા થઇ ચુકી છે. મહારાષ્ટ્ર સરકારે જે પણ જવાબદારી લેવાની હોય તે લેવી જોઈએ. આ પત્રની નીચે CPE સમિતિ ભામરાગઢ/એટાપલ્લીનું નામ છે.

અગાઉ CM શિંદેને પણ મળી હતી બોમ્બ વિસ્ફોટમાં મારી નાખવાની ધમકી
અગાઉ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગુપ્તચર વિભાગના સૂત્રો દ્વારા શિંદેનને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ માહિતી આવ્યાના લગભગ એક મહિના પહેલા મુખ્યમંત્રી શિંદેને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, ત્યારબાદ ધમકી આપનાર વ્યક્તિએ તેમને અજાણ્યા ફોન પર ધમકી આપી હતી.

Most Popular

To Top