ગાંધીનગર : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ કક્ષાના કોમ્પ્યુટ વિષયની પ્રાયોગિક પરીક્ષાના ગુણ આજથી શાળાઓ દ્વારા તા. 21મી ફેબ્રુઆરી-26 સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાના રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની કોમ્પ્યુટ વિષયની પ્રાયોગિક પરીક્ષાના ગુણ રાજ્યની તમામ શાળાઓ દ્વારા 21મી ફેબ્રુઆરી 2026 થી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે.
પરીક્ષાર્થી ના વિષય કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે વિજ્ઞાન પ્રવાહ શાખાનો જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.