Dakshin Gujarat

કોરોના મહામારી બાદ પણ લોકલ ટ્રેન એક્સપ્રેસનું જ ભાડું વસુલે છે

વલસાડ : બે વર્ષ પહેલા કોરોના (Corona) મહામારીના લીધે જાહેર પરિવહન સેવા કેટલાક સમય સુધી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. આંશિક સ્પેશિયલ વધુ ભાડા ખંખેરતી ટ્રેનથી (Train) રેલવેએ (Railway) શરૂઆત કરી હતી. જેમાં લોકલ ભાડાની (Local Charges) મેમુ (Memu) પણ હાલમાં એક્સપ્રેસ ભાડે દોડી રહી છે. વલસાડ-વિરમગામ પેસેન્જર, રાત્રી વિરમગામ-મુંબઈ લોકલ, દિલ્હી જનતા અને વિરાર સુરત શટલ્સ જેવી ચારેક રેલયાત્રી ઉપયોગી ટ્રેન હજુ પણ શરૂ નહીં કરી લોકોના ધંધા રોજગાર છિનવી લીધા છે. હાલ દોડતી ટ્રેનોમાં ગેરકાયદે હેરફેરમાં જવા મજબૂર કરતા પ્રવાસીઓ લૂંટાઇ રહ્યા છે.

  • કોરોના મહામારી બાદ આંશિક સ્પેશિયલ વધુ ભાડા ખંખેરતી ટ્રેનથી રેલવેએ શરૂઆત કરી
  • ગેરકાયદે હેરફેરનો બેફામ વધારો, પ્રવાસી સંઘનો અભાવ, નોકરિયાતો વધુ ભાડું આપી ખાનગી વાહનોમાં જવા મજબુર
  • હાલમાં એક્સપ્રેસ ભાડે દોડી રહેલી લોકલ ભાડાની મેમુ
  • વલસાડ-વિરમગામ પેસેન્જર, રાત્રી વિરમગામ-મુંબઈ લોકલ, દિલ્હી જનતા અને વિરાર સુરત શટલ્સ હજુ શરૂ થઇ નથી

બંધ ચાર ટ્રેનના લગભગ દસેક હજાર દૈનિક મુસાફરો હોય છે, જે લોકોએ ગેરકાયદે વાહનો ઇકો જેવામાં ધંધા રોજગાર માટે વધુ નાણાં ખર્ચીને જવું પડે છે. પરિણામે જાહેર માર્ગો પર અનેક ગણા વાહનોનો વધારો થયો છે. પરિણામે બળતર પણ બેફામ વપરાય છે. જે રૂપિયા 100થી વધુનુ લીટર હોય બેફામ ભાડા વસુલાઈ રહ્યા છે.

એકપણ ધારાસભ્ય કે સંસદસભ્ય સક્રિય નથી
ગુજરાતમાં વિપક્ષ નહિવત છે અને શાસક પક્ષ ફરી ચૂંટણી જીતવામાં લાગેલો છે, પરંતુ રેલવે સેવા વિમુખ લોકોની વ્હારે એકપણ ધારાસભ્ય કે સંસદસભ્ય સક્રિય નથી. મુંબઈ મહાનગરમાં પ્રવાસી સંઘ મજબુત હોય જુના ભાડે જ તમામ રેલ સેવા દોડી રહી છે. જ્યારે ગુજરાતમાં પ્રવાસી સંઘ નહી હોય સરકાર બેવડા ધોરણ અપનાવી ગુજરાતના લોકોને લૂંટી રહી છે. લોકલ ભાડુ એક્સપ્રેસ જેટલું કરી, ઓછી ટ્રેન દોડાવી, સિનિયર સિટીઝનની રાહત છિનવી પાસધારકોની પાસે પણ સુપરફાસ્ટ ચાર્જ વસૂલ કરી અબોલ વફાદાર પ્રજાને રાહત આપતા નથી. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ આ મુદ્દે નિષ્ક્રિય રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. દાહોદના સાંસદે પણ બન્ને રેલવેમંત્રી અને વડાપ્રધાન મોદી દાહોદ આવ્યા ત્યારે માંગ કરી હતી, છતાં ટ્રેનો શરૂ થઈ નથી પરિણામે મુસાફર જનતા મુશ્કેલી અનુભવી રહી છે.

Most Popular

To Top