Gujarat

રાજ્યમાંથી ઠંડી જાય તે પહેલાં ગરમી કામે લાગે ગઈ

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઝડપથી ચડી રહ્યો છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. સૌથી વધુ ગરમી રાજકોટમાં 34 ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે વેરાવળ, સુરેન્દ્રનગર, ડીસા અને સુરતમાં 33 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. તે ઉપરાંત ભૂજ, કંડલા પોર્ટ, પોરબંદર, મહુવા, અમદાવાદ અને વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી નોંધાયું હતું. બપોરના સમયે તીવ્ર તડકો અને ઉષ્ણ પવનને કારણે લોકોને ગરમીનો સ્પષ્ટ અહેસાસ થયો હતો.

રાજ્યમાં ઉનાળાની શરૂઆતના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બપોરના સમયમાં તીવ્ર તડકો અને ઉષ્ણ પવનને કારણે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રી સુધીનો વધારો શક્ય છે. શિયાળાની ઔપચારિક વિદાય સાથે હવે રાજ્યમાં ઉનાળાની શરૂઆત સ્પષ્ટ દેખાઈ રહી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સવારના સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવી ઠંડક યથાવત છે. આજે નલિયામાં 16 ડિ.સે., ભૂજમાં 17 ડિ.સે., અમરેલી અને રાજકોટમાં 15 ડિ.સે., કેશોદમાં 14 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં કંડલા પોર્ટ 19 ડિ.સે., કંડલા એરપોર્ટ 17 ડિ.સે., ભાવનગર 19 ડિ.સે., પોરબંદર 17 ડિ.સે., સુરેન્દ્રનગર 17 ડિ.સે., મહુવા 16 ડિ.સે., અમદાવાદ 19 ડિ.સે., ડીસા 17 ડિ.સે., ગાંધીનગર 18 ડિ.સે., વલ્લભ વિદ્યાનગર 18 ડિ.સે., વડોદરા 18 ડિ.સે., સુરત 19 ડિ.સે. અને દમણ 18 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે. સવાર-સાંજ હળવી ઠંડક અને બપોરે વધતી ગરમી વચ્ચે હવામાનમાં ફેરફારનો અહેસાસ થઈ રહ્યો છે. ડોક્ટરો દ્વારા લોકોને પૂરતું પાણી પીવાની, બપોરે તડકામાં બહાર જતાં ટોપી કે છત્રીનો ઉપયોગ કરવાની અને શરીરને હાઇડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

Most Popular

To Top