Gujarat

એક સામાન્ય દર્દીની જેમ જ હીરાબાને હોસ્પિટલ લઇ પહોંચ્યો હતો પરિવાર

અમદાવાદ: પી.એમ મોદીનાં માતા હીરાબાની મંગળવારનાં રોજ રાત્રીના સમયે તબિયત ખરાબ થતા તેઓને અમદાવાદમાં આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા પી.એમ મોદી માતાને મળવા પહોંચી ગયા છે. આ સાથે જ સી.એમ ભુપેન્દ્ર પટેલ સાથે આરોગ્યમંત્રી સહિત અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માતા હિરાબાની તબિયત સ્થિત હોવાનું જણાવ્યું હતું.

એક સામાન્ય નાગરિકની જેમ જ હોસ્પિટલ પહોંચ્યા હતા હીરાબા
મળતી માહિતી મુજબ, મંગળવારનાં રોજ રાત્રીના સમયે હીરાની તબિયત ખરાબ થઇ હતી. જેથી પરિવારજનોએ હીરાબાને હોસ્પિટલમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેઓ હીરાબાને એક સામાન્ય દર્દીને જેમ જ હોસ્પિટલમાં લઇ ગયા હતા. વડાપ્રધાનનાં માતા હોવા છતાં ન તો પરિવારજનોએ કોઈને જાણ કરી હતી ન તો કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કે સુરક્ષા લીધી હતી. તેઓ એક સામાન્ય દર્દીની જેમ જ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જોઈએ તો એક વડાપ્રધાનના માતા હોવા છતાં પણ તેઓએ કોઈ પણ પ્રકારની VIP સુવિધા ક્યારેય પણ લીધી નથી. માતાની સાથે સાથે એક પણ પરિવારજનોએ આ પ્રકારની સુવિધા લીધી નથી. આ ઉપરાંત વડાપ્રધાનની શપથવિધિમાં પણ પરિવારનાં એક સભ્યો જોડાયા ન હતા.

હીરાબા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા શરુ
વડનગરમાં હીરાબાનાં સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા અર્ચના શરુ કરવામાં આવી છે. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હીરાબા દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ, રુદ્રા અભિષેક તેમજ રુદ્રીય પાઠ શરુ કરવામાં આવ્યો છે. ભૂદેવો દ્વારા આ વિશેષ પૂજા અર્ચના શરુ કરવામાં આવી છે. સવારે જ્યારથી હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી મળતા જ સવારથી જ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક શરુ કરવામાં આવ્યું છે.

2016માં હીરા પણ હીરાબાની તબિયત લથડી હતી
અગાઉ વર્ષ 2016માં વડાપ્રધાનનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. જેથી તેઓએ 108ની મદદથી ગાંધીનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ સમયે પણ તેઓએ એક સામાન્ય દર્દીની જેમ જ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. 108નાં કર્મચારીઓ માતા હીરાબાને સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં.

રાહુલ ગાંધીએ માતા હીરા બા માટે કરી પ્રાર્થના
પી.એમ મોદીનાં માતા હોસ્પિટલમાં દાખલ થવા મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. જેમાં તેઓએ માતા અને પુત્ર વચ્ચે સંબંધ વિશે લખ્યું છે. તેમજ માતા હીરાબા જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

Most Popular

To Top