કોરોના સંકટને લીધે અર્થવ્યવસ્થા બેહાલ: 52 ટકા નોકરીઓ પર ખતરો

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક સર્વેમાં આગાહી કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં લોકો તેમની નોકરી ગુમાવશે. સીઆઈઆઈના 200 જેટલા સીઇઓ વચ્ચે હાથ ધરવામાં આવેલા ઓનલાઇન સર્વે ‘સીઆઈઆઈ સીઈઓ સ્નેપ પોલ અનુસાર માંગમાં ઘટાડો થતાં મોટાભાગની કંપનીઓને નુકસાન થયું છે. નોકરી ઘટવાની અપેક્ષા છે.
સર્વે અનુસાર, મોટાભાગની કંપનીઓની કમાણી વર્તમાન ક્વાર્ટર (એપ્રિલ-જૂન) અને પાછલા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન 10 ટકાથી વધુ ઘટવાની ધારણા છે અને તેના કારણે બંને ક્વાર્ટરમાં તેમનો નફો પાંચ ટકાથી વધુ ઘટશે.

સીઆઈઆઈએ કહ્યું, સ્થાનિક કંપનીઓની આવક અને નફા બંનેમાં આ તીવ્ર ઘટાડાની અસર દેશના આર્થિક વિકાસ દર પર પણ પડશે. રોજગારના સ્તરે, આ સંબંધિત ક્ષેત્રોમાં નોકરીઓમાં 52 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. સર્વેક્ષણ અનુસાર લોકડાઉન સમાપ્ત થયા પછી 47 ટકા કંપનીઓમાં 15 ટકાથી ઓછી નોકરીઓ ગુમાવવાની ધારણા છે. તે જ સમયે, 32 ટકા કંપનીઓમાં નોકરી છોડવાનો દર 15 થી 30 ટકા રહેશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને આશરે 120 અબજ ડોલરનું નુકસાન થશે, જે જીડીપીના ચાર ટકા છે. તેમાંથી 90 અબજ ડૉલરનું નુકસાન લૉકડાઉન અવધિ વધારવાના કારણે થશે. સ્વાભાવિક છે કે તેની અસર જીડીપીના વિકાસ દર પર પણ પડશે.

Related Posts