SURAT

સુરતના વસંત ગજેરાનું પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મેહુલ ચોક્સી સાથેનું કનેક્શન નીકળ્યું

સુરત (Surat) : બોગસ ઇન્કમટેક્ષના રિટર્ન (Fake IT Return) , બીલો (Fake Bills) વગેરે બોગસ ઉભા કરીને કોર્ટમાં (Court) રજુ કરવાના ગુનાના (Crime) આરોપી (Accused) વસંત ગજેરાની (Vasant Gajera) કોર્ટમાં દર તારીખે હાજર ન રહેવું પડે તે માટે કાયમી હાજરીની મૂક્તિ માટેની કરેલી અરજી કોર્ટે નામંજૂર (Reject) કરી હતી.

  • કોર્ટમાં ખોટા રેકોર્ડ રજૂ કરવાના કેસમાં વસંત ગજેરા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
  • આ કેસમાં દર તારીખે કોર્ટમાં હાજરી નહી આપવાની વસંત ગજેરાની અરજી નામંજુર કરાઈ
  • વસંત ગજેરા દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક કૌભાંડનો પણ આરોપી હોય તેમજ બીજા લેન્ડ ગ્રેબિંગના ગુનાઓમાં સંડોવાયેલા હોય એવા સર્ટિફાઈડ લેન્ડ ગ્રેબરને આવી સવલત આપી શકાય નહીં એવી દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી

કેસની વિગત એવી છે કે ફરિયાદી વજુભાઈ માલાણીની વેસુમાં આવેલી કિંમતી જમીન પર પોતાનો કબજો છે એવું પ્રસ્થાપિત કરવા માટે વસંત ગજેરાએ કોર્ટમાં બોગસ બીલો, વાઉચર, ઇન્કમટેક્ષની હિસાબી બેલેન્સ સીટો સહિતના બોગસ રેકોર્ડ કોર્ટમાં સાચા તરીકે રજુ કર્યા હતા. તે માટે વસંત ગજેરા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમાં વસંત ગજેરાની ધરપકડ થઈ હતી. તે ગુનામાં દોઢ મહિના સુધી વસંત ગજેરાએ જેલવાસ ભોગવ્યો હતો. તેમાં વસંત ગજેરા ગુજરાત રાજ્યમાં હાજર હોય તેવા સંજોગોમાં કોર્ટમાં ટ્રાયલમાં ફરજીયાત હાજર રહેવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

હવે વસંત ગજેરાએ ટ્રાયલમાં કાયમી હાજરી ની મૂક્તિ માટે કોર્ટમાં અરજી કરી હતી. મૂળ ફરિયાદીના એડવોકેટ ડો. શૈલેશ પટેલે દલીલ કરી હતી કે ભારત દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક ફ્રોડના (Punjab National Bank Scam) મુખ્ય આરોપી ગીતાંજલી ગૃપના મેહુલ ચોક્સી (Mehul Choksi) સાથે વસંત ગજેરા પણ આરોપી છે.

સીબીઆઈ (CBI) કોર્ટે વસંત ગજેરાને આરોપી નંબર 6 તરીકે ફોજદારી કેસમાં જોડેલા છે. પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં વસંત ગજેરાએ જામીન (Bail) લીધા છે. તેમજ આવા જ અન્ય લેન્ડ ગ્રેબિંગ (Land Garbing) ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જે સર્ટીફાઇડ લેન્ડ ગ્રેબર છે તેને આવી સવલત આપી શકાય નહીં. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વસંત ગજેરાને ટ્રાયલમાં કાયમી હાજરીની મૂક્તિ માટેની અરજી નામંજૂર કરી હતી.

Most Popular

To Top