Vadodara

ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેના બંગલામાં મોડી રાત્રે ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી

વડોદરા: ચડ્ડી બનિયનધારી ગેંગ ફતેગંજ પોસ્ટ પાસેના બંગલામાં શનિવારે મોડી રાત્રે ત્રાટકી હતી.પાછળથી કમ્પાઉન્ડ વોલના સળિયા કાપીને ઘરમાં ઘુસી હતી. જોકે મહિલા જાગી જતા પોલીસ બોલાવવીની ધમકી આપતા ટોળકી રોકડ રકમ તથા દસ્તાવેજ ભરેલી બેગ લઇને ભાગી ગઇ હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારમાં ચોરીના બનાવોને અંજામ આપીને તસ્કરો પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે હવે શહેરમાં ફરી ચડ્ડી બનિયન ગેંગ સક્રીય થઇ છે. આ ચડ્ડી અને બનિયનધારી ટોળકીએ ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેની સેજલ સોસાયટીમાં સૈયદ નઇ મુદ્દીન સિરજુદ્દીનના બંગલામાં શનિવારે રાત્રે 2.30 વાગે પાળછથી કમ્પાઉન્ડ વોલ પર લગાવેલા લોખંડના સળિયા કાપીને ઘરમાં પ્રવેશી હતી. પરંતુ ઘરમાં વિધવા મહિલાને ઘરમાં કોઇ ઘુસ્યુ હોવાનો અણસાર આવી જતા તેઓ જાગી ગયા હતા અને નીચે તપાસ કરતા પાંચ જેટલા ચડ્ડી બનિયન ધારી લોકો ઘરમાં હતા.

જેથી મહિલાએ હિમ્મત દાખવી પોલીસ બોલાવવાની ધમકી આપતા ટોળકીના સભ્યો એકબાદ એક પાંચ જણા બહાર નીકળી ભાગી ગયા હતા. જોકે ઘરમાંથી ગેંગ ઘરમાંથી રોકડ રકમ તથા મહત્વના દસ્તાવેજવાળી બેગ લઇને ફરાર થઇ ગઇ હતી. સળિયા કાપી ટોળકી ઘરમાં ઘુસી હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જો કે સદનસબી ચડ્ડી બનિયનધારી ગેંગે મહિલાનું કોઇ પ્રકારનું નુક્સાન પહોંચાડ્યું ન હતું. ત્યારબાદ પરિવારના સભ્યોને જગાડતા તેઓએ કંટ્રોલ પર ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને ઘરની પાછળ જઇને તપાસ કરી પરતુ કોઇનો પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે સવારે મકાન માલિકે ફતેગંજ પોલીસને જાણ કરી હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top