Charchapatra

લો, કર લો બાત!

 ‘ગુજરાતમિત્ર’માં ‘ટુ ધી પોઇન્ટ’ની કોલમ ખરેખર જ વાંચવા, સમજવા અને જાણવા લાયકની રહેલ છે. તા. 24.5 ની આ કોલમના શીર્ષકમાં કોવિડ 19 નો લાભ ઉઠાવી 573 ધનિકો નવા અબજોપતિ બની ગયા છે નો લેખ આશ્ચર્યજનક રીતે વાંચવો જ રહ્યો. કોવિડ-19 માં ખાસ કરીને મેડીકલ પ્રોફેશનવાળા ખૂબ જ કમાયા તે વાતે કોઇ શક શંકા કે પ્રશ્ન રહેતો જ નથી પણ કેટલા લોકો ધોવાઇ ગયા તેનો આંકડો ફકત ભારત પૂરતો જ કાઢો તો તે આંક અધધ..નો આવી શકે છે. ઘણી દુકાનો, હોટલો અને બીજા નાના મોટા વેપારીઓને આ કોવિડ-19 ના કામ દરમિયાન ખૂબ જ ભારે નુકસાન ભોગવવું પડયું છે. તેના સાક્ષી આપણામાંથી દરેક જાગૃત વ્યકિત છે જ ત્યારે 573 નવા અબજોપતિ બની ગયા તે ખરેખર દુ:ખદ આશ્ચર્ય અને આઘાતજનક ગણાવું જોઇએ. તકનો લાભ લેનારાઓની ભારતમાં કોઇ કમી નથી. આ લુચ્ચા લફંગા સ્વાર્થીજનો સાથે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લઇ જનારે પહેલાં આ બધું થાળે પાડવું જોઇએ કે જેમના થકી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કાળા બજારના ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે. લાખો પરિવારે છત્રછાયા ગુમાવી પરિવાર તૂટી પડયા, ધંધા ધાપામાંથી નીકળી ગયા.
સુરત              – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top