Entertainment

અભિનેત્રી સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો, સર્જરી કરાઈ

મુંબઈ: બોલિવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને બે દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો, તેણીને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સર્જરી કરવામાં આવી હતી. હવે અભિનેત્રીની તબિયત સારી છે. આ અંગેની પોસ્ટ અભિનેત્રીએ જાતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

અભિનેત્રીએ તેના પિતા સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સુષ્મિતા સેનની તબિયત બગડી સુષ્મિતા સેને હાલમાં જ તેના પિતા સુબીર સેન સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોની સાથે સુષ્મિતાએ જણાવ્યું કે તે ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ છે. તેને હાર્ટ એટેક આવ્યો હતો જેના લીધે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તબિયત સારી છે. અભિનેત્રીએ તેની પોસ્ટની શરૂઆત તેના પિતાના શબ્દોથી કરી હતી. સુષ્મિતાએ લખ્યું હતું કે, તમારા હૃદયને મજબૂત અને ખુશ રાખો અને તે તમારા ખરાબ સમયમાં હંમેશા તમારી સાથે રહેશે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. આ મહાન પંક્તિ મારા પિતાએ કહી હતી. બે દિવસ પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. મારી એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. હૃદય હવે સલામત છે. અને સૌથી અગત્યનું, મારા કાર્ડિયોલોજિસ્ટે કહ્યું છે કે મારું હૃદય ખરેખર વિશાળ છે.

અભિનેત્રીએ આગળ લખ્યું કે ઘણા લોકો છે જેનો હું આભાર માનવા માંગુ છું. જેના કારણે મને સમયસર સારવાર મળી શકી. તેઓના ક્વીક રિસ્પોન્સના લીધે હું સ્વસ્થ થઈ શકી છું. તે પણ આગળની પોસ્ટમાં કહીશ. મેં આ પોસ્ટ ફક્ત મારા ચાહકોને અપડેટ આપવા માટે કરી છે. હું હવે ઠીક છું. હું મારું જીવન મુક્તપણે જીવવા તૈયાર છું. હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું.

આ વાત ફેલાતા જ અભિનેત્રીના ચાહકો અને સેલિબ્રિટીઓ ચિંતાતુર થયા હતા. સુષ્મિતા 47 વર્ષની છે અને હંમેશા ફિટ રહેવાનું પસંદ કરે છે. અભિનેત્રી અવારનવાર તેના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આમ છતાં તેની સાથે આ પ્રકારની ઘટનાએ ચાહકોને હચમચાવી દીધા છે. દરેક લોકો સુષ્મિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સ્વસ્થ થવા શુભેચ્છા આપી રહ્યા છે. યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું- ભગવાન તમારું ભલું કરે. જલ્દી સાજા થાઓ. તમે તમારી સંભાળ રાખો. તે જ સમયે, સોફી ચૌધરીએ ટિપ્પણી કરી અને કહ્યું – તમને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ. હવે તમારું હૃદય વધુ મજબૂત બનશે. સુષ્મિતા સેનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અભિનેત્રી આર્યા 2નું શૂટિંગ કરી રહી હતી. તાજેતરમાં તેણે તેનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો.

Most Popular

To Top