Vadodara

સર્વે..કર્યા? 40% કપાત ન કરવાનું મસમોટું કરોડોનું જમીન કૌભાંડ

વડોદરા: જેતલપુરમાં નિયમોની ઉપરવટ જઈ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી પરવાનગી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સર્વે નંબરોની ઊંડાણ પૂર્વક તપાસ થાય તો અનેકની સંડોવણી બહાર આવે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખાતુ ગાંધીનગર થી દરેક શહેરોમા ડેવલપમેન્ટ પ્લાન દર ૧૦ વષૅ રીવાઈઝ કરીને જમીનના ગામતળ, ઝોન અને જી.ડી.સી.આર. બહાર પાડવામાં આવે છે. અને હાલમાં જી.ડી.સી.આર અમલમા છે. સરકાર દ્વારા નિયમોને આધિન જી.ડી.સી.આર બદલવામા આવે છે.

અને તેનો અમલ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ અને મહાનગરપાલિકા એ કરવાનો હોય છે.અને સદર જી.ડી.સી.આર.મા જે સવૅ નંબર નો ગામતળ સમાવેશ કરવામાં આવેલ ન હોય એટલે કે ગામતળ બહારનાં સવૅ નંબર તથા જે સવૅ નંબર નો ટી.પી.મા સમાવેશ થયેલ ન હોય તેવા સવૅ નંબરોમા વિકાસ પરવાનગી મેળવતી વખતે ૪૦ % જમીન કપાતનુ ધોરણ અમલમા છે. મોજે કસ્બે વડોદરા ટીકા નં ૩ વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વડોદરા એ Notification No GH/V/11 of 2012 DVP/-1211-M-452-L dated -18-1-2012 of Aban Development and Aban Housing Development_થી મંજુર કરેલ ડેવલપમેન્ટ પ્લાન મુજબ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના ડેવલપમેન્ટ પ્લાનમા મોજે વડોદરા કસ્બે ટીકા નં ૩ ના સવૅ નં ૪૯૪,૪૯૮, ૫૦૦ ,૫૦૧ ,૫૦૧/૧ થી ૫૦૨ ઓબ્નોક્ષીયસ ઔદ્યોગિક અને નોન ઓબ્નોક્ષીયસ ઝોન વિસ્તાર મા આવે છે.તેમજ સદર સવૅ નં વુડાના ડેવલપમેન્ટ પ્લાન મા જેતલપુર ગામતળ બહાર આવે છે.

ગામતળ માં સમાવેશ કરવામાં આવેલ નથી તેમજ સદર સવૅ નં મા વુડાના ડેવલપમેન્ટ પ્લોટમાં ઓબ્નોક્ષીયસ રાખવામાં આવેલ છે. તેથી વિકાસ પરવાનગી આપતી વખતે જમીનના ઝોનને ધ્યાને લઈ ને જી.ડી.સી.આર ના નિયમ મુજબ એફ.એસ.આઈ. મળવા પાત્ર હોય છે. પરંતુ સદર સવૅ નં મા જી.ડી.સી.આર ના નિયમો વિરુદ્ધ પરવાનગીઓ આપેલ છે.તેમજ શહેરી વિકાસ દ્વારા જે ડેવલપમેન્ટ પ્લાન ના નકસાઓ નિયમો મુજબ ના સમયમાં રીવાઈઝ કરવામાં આવે છે. તેમા જેતલપુર સવૅ નં ૪૯૪,૪૯૮, ૫૦૦ થી ૫૦૨ નો સમાવેશ જેતલપુર ગામતળમા કરવામાં આવેલ નથી ગામતળ મા સમાવેશ ન હોય તેવા સવૅ નં મા વિકાસ પરવાનગી મેળવતા સમયે ૪૦ % જમીન કાપવાનો સરકારનો નિયમ છે. છતાં જેતલપુર રોડ પર આવેલ સવૅ નં ૪૯૪,૪૯૮, ૫૦૦ ૫૯૧,૫૦૧/૧ થી ૫૦૨ મા ૪૦ % કપાત કયૉ વગર પરવાનગીઓ આપેલ છે.અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી અને સરકાર ની તિજોરીને મોટુ નુકસાન પહોચડેલ છે. આ અંગે ડેપ્યુટી ટીડીઓ મહેશ વણકરને પુછતા તેઓએ તપાસ કરી માહિતી આપીશ તેમ જણાવ્યું હતું.

1956ના નિયમના આધારે પરવાનગી અપાઈ છે
આ સંદર્ભે તપાસ કરતાં જાણવા મળ્યુ કે ૧૯૫૬ ના નિયમોને આધારે આ પરવાનગીઓ આપેલ છે.પરંતુ સરકાર દર દસ વષૅ ડેવલપમેન્ટ પ્લાન રીવાઈઝ કરે છે.અને વખતોવખત જી.ડી.સી.આર પણ રીવાઈઝ કરે છે.છતા ૧૯૫૬ ના પત્રના આધારે સવૅ નં ૪૯૪,૪૯૮, ૫૦૦ ૫૦૧ થી ૫૦૨ નો સમાવેશ ગામતળ મા થયેલ ન હોવા છતા નિયમો વિરુદ્ધ મોટા ભ્રષ્ટાચાર કરી ને પરવાનગી આપવામાં આવેલ છે. જો તેની પુરેપુરી ઉંડાણથી તપાસ કરવામા આવે તો ટાઉન પ્લાનીંગ બાંધકામ પરવાનગી શાખાના ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓની ભષ્ટાચાર ની પોલ ખુલી પડે તેમ છે.

Most Popular

To Top