SURAT

બોલો, સુરતની પોલીસ તોડ કરવા માટે આટલી હદે જઈ શકે છે: મહિલા PSIએ વેપારીને આવી ધમકી આપી

સુરત: (Surat) ઉમરા પોલીસ (Police) સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ (Women PSI) અને બે કોન્સ્ટેબલને (Constable) પોલીસ કમિશનરે સોમવારે સસ્પેન્ડ (Suspend) કર્યા હતા. પીએસઆઈ અને બંને કોન્સ્ટેબલ ઘોડદોડ રોડ પર એક વેપારીને (Trader) ત્યાં રેડ (Raid) કરવા પહોંચી ગયા હતા. અને વેપારીને નાર્કોટિક્સના (Narcotics) કેસમાં ફસાવી દેવાની ધમકી (Threaten) આપી તેની પાસે ચાર લાખની માંગણી કરી હતી.

  • ઉમરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસાઈએ બે કોન્સ્ટેબલ સાથે ઘોડદોડ રોડના વેપારીને ત્યાં દરોડા પાડ્યા
  • વેપારીને નાર્કોટિક્સનો કેસ કરવાની ધમકી આપી ચાર લાખની માંગણી કરી હતી
  • રેડ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરી નહોતી, ત્રણેયને સસ્પેન્ડ કરાયા

બનાવ બાબતે મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર એક વેપારીના ત્યાં ઉમરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ ચોપડા અને બે કોન્સ્ટેબલે રેડ કરી હતી. વેપારીને ત્યાં દરોડા પાડી આ તોડબાજ ટીમે વેપારીને નાર્કોટિક્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીને ધમકાવી તેની પાસેથી ચાર લાખની માંગણી કરી હતી. આ સમગ્ર બનાવ બાબતે ઉપરી અધિકારીઓને ફરિયાદ થતાં તપાસ કરવામાં આવી હતી, જેમાં પીએસઆઈ અને બંને કોન્સ્ટેબલે પીઆઈને રેડ બાબતે કોઈ જાણ કરી ન હતી કે ઉપરી અધિકારીઓને જાણ બહાર જ વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. આ બનાવની ગંભીરતા જાણી પોલીસ કમિશનર દ્વારા મહિલા પીએસઆઈ ચોપડા અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં છે.

તમામ પોલીસ સ્ટેશન સ્ટાફે અઠવાડિયે પાંચ દિવસ અને બે વખત ફરજીયાત લોકોની સાથે પીટી પરેડ કરવી: પો.કમિ.
સુરત: પોલીસ કમિશનર અજયકુમાર તોમર ફિટનેસને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. ત્યારે તેમની પોલીસને પણ ફીટ રાખવાની સાથે લોકોને પણ ફીટ રાખવા અને તેમનો મિજાજ જાણવા પોલીસને ફરજીયાત પાંચ દિવસ લોકોની સાથે પીટી પરેડ માટે ફરમાન કર્યું છે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે શહેરની તમામ પોલીસ માટે હવે પીટી પરેડ અને સેરીમોનીયલ પરેડ ફરજિયાત બનાવી છે. તમામ પોલીસ સ્ટેશનમાં કર્મચારી માટે અઠવાડિયે પાંચ દિવસ પબ્લીકની વચ્ચે પીટી પરેડ કરવાની રહેશે. તેમાં બે દિવસ દરેક કર્મચારી માટે પીટી પરેડ ફરજીયાત કરવા ફરમાન કરાયું છે. પોલીસ માટે ફરજિયાત કરાયેલી આ પીટી પરેડનું મોનીટરીંગ ખુદ પોલીસ કમિશનર કરશે. પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે, પરેડના નવા નિયમનું તમામ પોલીસ જવાનોએ ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે. જો તેમાં ચૂક દાખવાશે તો, શિક્ષાત્મક કાર્યવાહી અને પગલાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે. પોલીસ કમિશનર ખુદ ડુમ્મસ પોલીસની હદમાં પરેડ કરવા ગયા હતા.

Most Popular

To Top