SURAT

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીની સુવિધાને લઈ આવ્યા સારા સમાચાર

સુરત: (Surat) દોઢ વર્ષ પહેલા સુરત મનપાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારોને સુવિધા આપવાની જવાબદારી પણ સુરત મહાનગર પાલિકા પર વધી હોય રાંદેર ઝોન (Rander Zone) વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણીની સુવિધા (Water Supply) પુરી પાડવા માટે 250 ક્ષમતાના રાંદેર અને વરીયાવ વોટર વર્કસને અપગ્રેડ કરીને 360 એમએલડી ક્ષમતાનું કરવા માટે આયોજન કરાયું છે. આ પ્રોજેકટ માટે રૂા.271 કરોડના ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવ્યું છે.

  • રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને 271 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે
  • રાંદેર ઝોનમાં સમાવિશષ્ટ નવા વિસ્તારોમાં પાણી પુરવઠા માટે આયોજન કરાયું

આ કામ થવાથી રાંદેર વિસ્તારમાં તાજેતરમાં સમાવિષ્ટ થયેલા ભેંસાણગામ, ઓખા, ચીચી, વણકલા, વિહેણ, અસારમા, ઇચ્છાપોર, ભાઠા, ભાટપોર જેવા વિસ્તારોને પાણી પુરવઠો મળશે, ઉપરાંત હાલમાં પાલ, પાલનપુર, જહાંગીરાબાદ, જહાંગીરપુરામાં નવો વિસ્તાર ડેવલપ થતાં વસ્તી વધતા પાણીના કનેકશનો દર વર્ષે વધે છે. આ વિસ્તારને પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જ્યારે કતારગામ અને અઠવાના નવા વિસ્તારોને ટ્રીટેડ પાણી મળી રહેશે.

વરીયાવ ખાતે 250 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રાંદેર વોટર વર્કસના 250 એમએલડી ક્ષમતાના પ્લાન્ટ પૈકી 50 એમએલડી ક્ષમતાના પ્લાન્ટને સીરામીક બેઝ મેમ્બરેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી 160 એમએલડી ક્ષમતાનો કરી કુલ 360 એમએલડી ક્ષમતા ઉભી કરવા આયોજન કરાયું છે. જેના માટે રૂા. 250 કરોડની પ્રોજેકટકોસ્ટ અને 3 વર્ષના ઓપરેશન અને મેઇન્ટેઇન્સ સાથે કુલ રૂા.271 કરોડનું ટેન્ડર એન્વાયરો કંટ્રોલ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ભરાયું હોય સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વરાછાની હસ્તિનાપુર સોસાયટીમાં પાંચ વર્ષથી પાણી નહીં પહોંચતા મહાભારત
સુરત: વરાછા ઝોનની પુણા વિસ્તારની હસ્તિનાપુર સોસાયટી છેલ્લા 5 વર્ષથી લોકો પાણીની માંગ કરી રહ્યા છે પરંતુ આજદિન સુધી તેઓની માંગણી પુર્ણ થઈ રહી નથી. જેથી રહીશો પણ રજૂઆત કરી કરીને કંટાળ્યા છે. આજે ફરીવાર સોસાયટીની મહિલાઓએ વાસણ વગાડી પાણીની માંગ કરી હતી. મહિલાઓએ પાણીની માગણી  સાથે માટલા, ડોલ અને વાસણ લઈને રસ્તા પર ઉતરી આવી હતી. વાસણો ખખડાવીને મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.  છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે અને અનેક વખત અધિકારીઓને લેખિત – મૌખિક રજૂઆત કરવા આવી છે તેમ છતા કોઈ નક્કર નિરાકરણ આવી રહ્યું નથી. રહીશોએ ચીમકી આપી છે કે, જો હવે મનપા દ્વારા આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આંદોલન કરશે.

Most Popular

To Top