Sports

હાર્દિક પંડ્યાના આ વીડિયો પર સ્મૃતિ ઈરાનીની ફની કોમેન્ટે સોશિયલ મીડિયાને ઘેલું કર્યું

મુંબઈ: રવિવારની રાત તમામ ભારતીયો માટે યાદગાર રાત રહી હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022 ની શરૂઆત પાકિસ્તાન સામે 6 વિકેટે રોમાંચક જીત સાથે કરી છે(IND vs PAK). ભારતીય ટીમની આ જીતમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શાનદાર રીતે ઝળક્યો હતો. બોલ અને બેટ વડે અદ્ભુત રમત દેખાડતા હાર્દિકે વિરોધી ટીમના ઉત્સાહને ચકનાચૂર કરી દીધા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાના વખાણ કરતા બીજેપી નેતા અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ ફની પ્રતિક્રિયા આપી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ ઈરાની પોસ્ટ પર અનેક કોમેન્ટ કરી રહ્યાં છે.

સ્મૃતિ ઈરાનીએ હાર્દિક પર ફની પ્રતિક્રિયા આપી
ખરેખર, હાર્દિક પંડ્યાની રમતના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. કારણ કે હાર્દિક એકમાત્ર એવો ખેલાડી હતો જેણે પાકિસ્તાન સામે અંત સુધી લડત આપી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. હાર્દિકે રમતના બંને બોલિંગ અને બેટિંગ બંને પાસાઓમાં જોરદાર પ્રદર્શન કરી ભારતને વિજેતા બનાવ્યું હતું. 

દરમિયાન, સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાર્દિક પંડ્યા પર ફની પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ ભારત vs પાકિસ્તાન (IND vs PAK) ની મેચ દરમિયાન તેની ટાઈમલાઈન પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હાર્દિક હમ્મ સાથે ગરદન હલાવીને કંઈક જવાબ આપતો જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં સ્મૃતિએ લખ્યું છે કે જ્યારે તે કહે છે કે આજે સોમવાર છે. આ સાથે સ્મૃતિ ઈરાનીએ પણ હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર રમતના વખાણ કર્યા છે. 

હાર્દિકે કેમ ગરદન હલાવી હતી? શું છે તે વીડિયો પાછળની કહાની
રવિવારે જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી, તે સમયે મેચની છેલ્લી ઓવરોમાં થોડું દબાણ સર્જાયું હતું. ભારતને છેલ્લી બે ઓવરમાં 21 રનની જરૂર હતી, 19મી ઓવરમાં ત્રણ ચોગ્ગાના કારણે કુલ 14 રન આવ્યા, તો છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. પરંતુ છેલ્લી ઓવરમાં મામલો ફરીથી રસપ્રદ બન્યો કારણ કે રવિન્દ્ર જાડેજા પહેલા બોલ પર જ આઉટ થયો હતો. આ પછી દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો, તેણે સિંગલ લીધો અને સ્ટ્રાઈક હાર્દિક પંડ્યા પાસે આવી, પરંતુ હાર્દિક સ્ટ્રાઈક પર આવતાની સાથે જ તેણે ડોટ બોલ રમ્યો. આ પછી હાર્દિક પંડ્યાની આ પ્રતિક્રિયા સામે આવી છે. જ્યાં તે દિનેશ કાર્તિક તરફ ઈશારો કરીને ગરદન હલાવી રહ્યો હતો અને આ જ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, લોકોએ હાર્દિકના રિએક્શનને ખૂબ પસંદ કરી હતી. સોશિયલ મીડિયાએ હાર્દિક પંડ્યાના આત્મવિશ્વાસના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે તેને હાર્ડકોર કોન્ફિડન્સ કહેવાય છે.

Most Popular

To Top