Entertainment

જટાધારી અવતારમાં જંગલમાં ફરી રહ્યા હતા વિકી કૌશલ, તસવીરો વાઇરલ

મુંબઇ: બોલિવૂડના (Bollywood) દમદાર એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) પોતાની શાનદાર ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. તેમની તાજેતરની ફિલ્મ ‘સામ બહાદુર’એ લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મને બોક્સ ઓફિસ (Box Office) પર શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. તેમજ આ ફિલ્મમાં તેમનો કમાલનો લૂક પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે તેમની આગમી ફિલ્મોમાંથી વિકીની તસવીરો વાઇરલ થઇ છે.

હાલ વિકી કૌશલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સામે આવેલી આ તસવીરમાં એક્ટર જટાધારી વેશમાં જંગલમાં ફરતો જોવા મળે છે.

વિકી કૌશલનો લુક સામે આવ્યો
‘સામ બહાદુર’ની રિલીઝ પછી, ચાહકોને વિકી કૌશલની આગામી ઐતિહાસિક ડ્રામા ‘છાવાઃ ધ ગ્રેટ વોરિયર’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ તમામ અપડેટ્સે ચાહકોને લાંબા સમયથી ઉત્સુક બનાવી રાખ્યા છે.

દરમિયાન છાવાના સેટ પરથી અભિનેતાનો લુક પણ લીક થતાં જ વાયરલ થયો છે. વાયરલ તસવીરોમાં વિકી કૌશલ બેજ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે જેમાં તેની કમરની આસપાસ લાલ કપડું બાંધેલું છે. તેણે ગળા અને કાંડામાં માળા પહેરી છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં ફિટ થવા માટે અભિનેતાએ લાંબી દાઢી અને મૂછો રાખી છે. આ ઉપરાંત તેના વાળ પણ લાંબા દેખાય છે. સેટ પરથી અભિનેતાના વાયરલ લુકથી ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે.

ફિલ્મ આ રીતે બનવા જઈ રહી છે
દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે કહ્યું હતું કે તેઓ છત્રપતિ સંભાજી મહારાજની વાર્તાને મોટા પડદા પર બતાવવા આતુર છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું, ‘અમે છત્રપતિ શિવાજી મહારાજ પર ઘણી ફિલ્મો જોઈ છે, પરંતુ કોઈ જાણતું નથી કે છત્રપતિ સંભાજી મહારાજ કેટલા મહાન યોદ્ધા હતા. તેમજ મરાઠા સામ્રાજ્ય અને મહારાષ્ટ્ર માટે તેમનું શું યોગદાન હતું.’

ફિલ્મની સ્ટોરી ડૉ. જયસિંગરાવ પવારના મરાઠી પુસ્તક પર આધારિત છે, જેમાં સંભાજીના શાસનકાળની ઘટનાઓ અને સિદ્ધિઓનું વર્ણન છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના ગૌરવ અને હિંમત તેમજ સંભાજી દ્વારા સામનો કરવામાં આવેલ વ્યક્તિગત અને રાજકીય પડકારોને દર્શાવશે.

ફિલ્મમાં વિકી કૌશલની હિરોઈન કોણ છે?
‘છાવાઃ ધ ગ્રેટ વોરિયર’નું નિર્માણ દિનેશ વિજન અને જિયો સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ ફિલ્મ 2024માં રિલીઝ થવાની આશા છે. રશ્મિકા મંદન્ના આ ફિલ્મમાં સંભાજીની પત્ની યેસુબાઈની ભૂમિકામાં જોવા મળશે. ‘સામ બહાદુર’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘સંજુ’ પછી આ બીજી ફિલ્મ હશે જેમાં વિકી કૌશલ વાસ્તવિક જીવન પર આધારિત પાત્ર ભજવતો જોવા મળશે.

Most Popular

To Top